Sat,27 April 2024,2:46 am
Print
header

ભરૂચમાં એક જ પરિવારના 8 લોકો દરિયામાં ડૂબ્યા, 6 લોકોનાં મોત

ભરૂચઃ દહેજના મુલેર ગામે દરિયામાં ડૂબી જવાથી એક જ પરિવારના 6 લોકોના મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે. જ્યારે બે લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. મુલેર ગામના ગોહિલ પરિવારના સભ્યો શુક્રવારે દરિયાકાંઠે ગયા હતા, જેમાં એક દીકરી ડૂબવા લાગતા પરિવારના અન્ય લોકો તેને બચાવવા જતા એક બાદ એક તમામ લોકો અહીં ડૂબ્યા હતા.જેમને હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ અને પોલીસનો કાફલો હોસ્પિટલ પર પહોંચ્યો હતો. જો કે 6 લોકોનાં મોત થઇ ગયા હતા.

મૃતકોમાં 1. તુલસીબેન ગોહિલ, 2. યોગેશ દિલીપ ગોહિલ, 3. રાજેશ છત્રસંગ ગોહિલ, 4. રિંકલ બળવંત ગોહિલ, 5. આર્યાબેન રાજેશ ગોહિલ, 6. જાનવી હેમંતભાઈ ગોહિલનું મોત થયું છે. આ સાથે બે બાળકીઓને સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. કિંજલબેન બળવંત ગોહિલ અને અંકિતાબેન બળવંત ગોહિલની હાલત ગંભીર થતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. એક જ પરિવારના 6 સભ્યોના મોતથી પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch