Sat,20 April 2024,2:02 pm
Print
header

બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત આગમન પહેલા વિવાદો શરૂ- Gujarat Post

અમદાવાદઃ બાગેશ્વર ધામ સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી દિવસોમાં ગુજરાત આવી રહ્યાં છે. અમદાવાદ, સુરત સહિતના શહેરમાં તેઓ દિવ્ય દરબાર યોજવાના છે.તેમના આગમન પહેલા જ ગુજરાતમાં વિવાદ શરૂ થઈ ગયા છે. સુરતમાં યોજાનારા બાગેશ્વર સરકારના લોક દરબારમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહી શકે છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના મોટા નેતાઓ લોક દરબારમાં હાજરી આપી શકે છે. સુરતના રોડ શો અને લોક દરબારમાં મોટી સંખ્યામાં લોકો આવે તેવી શક્યતા છે.

બીજી તરફ મોરબીમાં કોંગ્રેસના અગ્રણીએ પણ ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો છે. રમેશ રબારીએ કહ્યું, 2015માં નિખિલ ધામેચા હત્યા કેસ થયો હતો. જેના આરોપી હજુ પકડાયા નથી, હત્યા શા માટે થઈ તે પણ અકબંધ છે. જો ધીરેન્દ્ર શાસ્ત્રી આરોપી પકડી આપશે તો તેને 10 લાખ રૂપિયા ઇનામ આપીશ.

ગઈકાલે રાજકોટ કોમર્શિયલ કો ઓપરેટીવ બેંકના સીઈઓ પુરસોત્તમ પીપરીયાએ પડકાર ફેંક્યો હતો. પુરસોત્તમ પીપરીયાએ બાબા બાગેશ્વરના વિરોધમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને કેટલાક પડકાર ફેંક્યા છે, પોતાની પોસ્ટમાં પુરસોત્તમ પીપરીયાને રાજ્યમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે તેની માહિતી આપવાનો પડકાર ફેંક્યો હતો. એટલુ જ નહીં, જો બાબા બાગેશ્વર ડ્રગ્સની જાણકારી આપશે તો પાંચ લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી.ઉપરાંત રાજ્યના સાધુ-સંતોમાં પણ બાબાને લઈ મિશ્ર પ્રતિભાવ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch