Sat,27 April 2024,3:12 am
Print
header

ભાજપ ચૂંટણી વચનો કરશે પુરા, આયુષ્યમાન કાર્ડની મર્યાદા રૂ.5 લાખથી વધારીને રૂ.10 લાખ કરવાની કવાયત શરૂ

ગાંધીનગરઃ ભૂપેન્દ્ર પટેલ સરકારે ચૂંટણી પહેલા કરેલા વાયદા પૂરા કરવાની શરૂઆત કરી દીધી છે. કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના(આયુષ્માન ભારત) કાર્ડની મર્યાદા 10 લાખ રૂપિયા કરવા ચર્ચા થઇ હતી અને ટૂંક સમયમાં તેના પર અમલ શરૂ થઇ જશે. આ રકમ અત્યાર સુધી 5 લાખ રૂપિયા હતી. હવે ટૂંક સમયમાં જ તમને સરકારે નક્કિ કરેલી કોઇ પણ હોસ્પિટલમાં 10 લાખ રૂપિયા સુધીની સારવાર ફ્રી મળશે, જે ખર્ચ સરકાર આપશે.

બેઠકમાં દેવભૂમિ દ્વારકા કોરિડોર અંગે પણ ચર્ચા થઈ હતી. ભગવાન શ્રીકૃષ્ણની સૌથી મોટી મૂર્તિ બનાવવાનું આયોજન છે. દ્વારકાનો ઈતિહાસ બનાવતો 3D શો પણ શરૂ થશે. મુખ્ય સચિવની અધ્યક્ષતામાં સચિવોની સમિતિ બનાવી છે. જે આ કોરિડોરનો ફેઝ-1 અમલી બને તે માટે રિપોર્ટ તૈયાર કરશે.

આપણા પવિત્ર ગ્રંથ ગીતાને વિદ્યાર્થીઓ જીવનમાં ઉતારે તે માટે અભ્યાસક્રમ તૈયાર થઈ ગયો છે. ટૂંક સમયમાં જ નવા અભ્યાસક્રમની જાહેરાત કરાશે. ખેડૂતોને પાક ધિરાણ લોન અંતર્ગત આગામી 100 દિવસમાં 470 કરોડ રૂપિયા વ્યાજ સહાય ચૂકવાશે. મંત્રી અને સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું કે રાજ્યમાં 50 હજાર યુવાનોને નવા કૌશલ્ય માટે તૈયાર કરવા તાલીમ આપવાનો નિર્ણય કરાયો છે. આમ હવે ભાજપ સરકારે ચૂંટણી પહેલા કરેલા વાયદાઓ પુરા કરવાની શરૂઆત કરી દીધી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch