Fri,26 April 2024,8:04 am
Print
header

સાવરકુંડલામાં યુવતીને લગ્નની લાલચ આપીને યુવકે વારંવાર આચર્યુ દુષ્કર્મ

(પ્રતીકાત્મક તસવીર)

અમરેલીઃ સાવરકુંડલા શહેરમાં યુવતીઓ માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં રહેતી એક 28 વર્ષીય યુવતી સાથે યુવકે મિત્રતા કરી હતી. જે બાદ લગ્નની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ અંગે યુવતીએ કબીર ટેકરી ઇન્દીરા આવાસ, ફ્રેન્ડ્સ સોસાયટી ખાતે રહેતા બ્રિજેશ રાજુભાઇ ટાંક સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદ મુજબ આરોપીની યુવતી સાથે તિરૂપતિ હોસ્પિટલમાં ઓળખાણ થઇ હતી. જે બાદ તેણીનો મોબાઇલ નંબર માંગી અવારનવાર ફોન ઉપર વાતચીત કરી મિત્રતા કરી હતી. આ પછી લગ્ન કરવા તેણીના પિતા સાથે વાત કરી અવારનવાર તેના ઘરે જઇ સાથે રહેતો હતો અને મરજી વિરૂદ્ધ શારિરીક સંબંધ બાંધવાનુ કહી બળજબરીથી શરીર સંબંધ બાંધ્યા હતા.

પોલીસ ચોપડે જાહેર થયેલી માહિતી પ્રમાણે યુવકે ૨૯/૦૪/૨૦૨૧ થી ૦૧/૦૮/૨૦૨૧ દરમિયાન શરીર સંબંધ બાંધી તેણી સાથે લગ્ન કરવાની ના પાડી દઇ બળાત્કાર કર્યો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.  

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch