Fri,26 April 2024,2:45 pm
Print
header

પેન્ટાગોનનો રિપોર્ટ: ચીન પાસે આગામી 10 વર્ષમાં 1500 જેટલા પરમાણુ હથિયારો હશે- Gujarat Post News

વોશિંગ્ટનઃ પેન્ટાગોનના રિપોર્ટમાં જણાવ્યાં અનુસાર ચીન પાસે 2035 સુધીમાં લગભગ 1500 જેટલા પરમાણુ હથિયારો હશે. હાલમાં ચીનના પરમાણુ હથિયારોની અંદાજિત સંખ્યા 400 ની આસપાસ છે. ચીનની મહત્વાકાંક્ષી સૈન્ય શક્તિ વિસ્તરણ યોજનાઓ પર કોંગ્રેસ સમક્ષ રજૂ કરવામાં આવેલા તેના વાર્ષિક અહેવાલમાં બેઇજિંગે તેના પરમાણુ દળોને આધુનિક બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

પેન્ટાગોનના અહેવાલમાં જણાવાયું છે કે, ચીનનું વર્તમાન પરમાણુ આધુનિકીકરણ કાર્ય અગાઉના આધુનિકીકરણના પ્રયાસો કરતા વધારે તેજ છે, ચીન પોતાની જમીન, સમુદ્ર અને હવામાંથી પરમાણુ હથિયારો છોડવામાં સક્ષમ થવા માટે મોટું રોકાણ કરી રહ્યું છે. તેના પરમાણુ દળોના આ મોટા વિસ્તરણ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યું છે. ચીને ફાસ્ટ બ્રીડર રિએક્ટર્સ બનાવીને અને સુવિધાઓની પુનઃપ્રક્રિયા કરીને પ્લુટોનિયમના ઉત્પાદન અને તેને અલગ કરવાની તેની ક્ષમતામાં વધારો કરીને પરમાણુ શસ્ત્રોના કાર્યક્રમને વેગ આપી રહ્યું છે.

બેઇજિંગે સંભવત 2021 માં તેના પરમાણુ વિસ્તરણ કાર્યક્રમને નોંધપાત્ર રીતે વેગ આપ્યો હતો. પેન્ટાગોનના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે પીએલએ 2035 સુધીમાં સંપૂર્ણ પણે આધુનિક બનાવવાની યોજના ધરાવે છે. જો ચીન તેના પરમાણુ વિસ્તરણની ગતિ ચાલુ રાખશે, તો તે 2035 ની સમયમર્યાદા સુધીમાં લગભગ 1500 પરમાણુ હથિયારો હશે. જે દુનિયા માટે ખતરો છે.

ચીને અગાઉ ભારત સાથે અનેક વિવાદો કર્યાં છે,અમેરિકા સાથે પણ ચીનના સંબંધો સારા નથી, તે કોઇને કોઇ રીતે દુનિયાને ધમકીઓ આપતું રહે છે. ત્યારે તેનો પરમાણુ કાર્યક્રમ વિશ્વ માટે ખતરો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch