Fri,26 April 2024,10:44 am
Print
header

3 દિવસ યાત્રાધામ અંબાજીમાં હતી ભારે ભીડ, 1.50 લાખ યાત્રિકોએ કર્યાં મા અંબાના દર્શન

અંબાજીઃ જન્માષ્ટ્રમીના તહેવારો અને રજાઓમાં યાત્રાધામ અંબાજીમાં ત્રણ દિવસમાં દોઢ લાખ માઇ ભક્તોએ મા અંબાના દર્શન કર્યાં છે અને 27 હજારથી પણ વધુ માઈ ભક્તોએ માતાજીના પ્રસાદ ભોજનનો લાભ લીધો હતો. એક માઈ ભક્તે 11 કિલો ચાંદીના પાત્રો મા અંબાને ભેટ ધર્યા હતા. છઠ, સાતમ અને જન્માષ્ટમી શનિ, રવિ અને સોમવારની રજાઓના સમન્વય વચ્ચે યાત્રાધામ અંબાજી અસંખ્ય યાત્રિકોથી ઉભરાયું હતું.  

અંબાજી મંદિરમાં વહેલી સવારથી જ દર્શનાર્થોઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો, શક્તિપીઠ ગબ્બર પર્વત પર પણ યાત્રિકોનો ભારે ઘસારો હતો. અંબાજીમાં વાહનોને લઇ ગબ્બર સર્કલથી લઇને આબુ રોડ પર ટ્રાફિક જામ થયો હતો.

છેલ્લા ત્રણ દિવસમાં દોઢ લાખથી પણ વધુ યાત્રિકોએ માં અંબાના દર્શન કરવા સાથે મંદિર ભંડારમાં પણ 41 લાખ રૂપિયાની આવક થઇ છે, એક માઈ ભક્તે 11 કિલો ચાંદીના પાત્રો માને ભેટ કર્યાં છે. જો કે અહી સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળતા કોરોના સંક્રમણનો ખતરો વધી ગયો છે કેટલાક લોકો માસ્ક વગર પણ ફરી રહ્યાં હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch