Fri,26 April 2024,7:05 pm
Print
header

સોલા સિવિલમાંથી 7 દિવસ પહેલા ગુમ થયેલી બાળકી મળી આવી, જાણો અપહરણ કોને અને કેમ કર્યું હતુ ?

અમદાવાદઃ સોલા સિવિલમાં 7 દિવસ પહેલા એક બાળકીના અપહરણ કેસ મામલે પોલીસને મોટી સફળતા મળી છે. સપ્તાહની મહેનત બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે બાતમીદારોની મદદથી બાળકીનું અપહરણ કરનાર મહિલાને જુહાપુરા વિસ્તારમાંથી ઝડપી પાડી છે અને બાળકી પરિવારને સોંપવામાં આવી છે. આરોપી મહિલા સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે.  જુહાપુરામાં રહેતી નગમા નામની મહિલાના લગ્નને 7 વર્ષ થયાં હતાં પરંતુ તેને કોઇ બાળક થતું ન હતું. જેથી નિઃસંતાન મહિલાએ બાળકીનું અપહરણ કર્યું હતું. 

અઠવાડિયા પહેલા સોલા સિવિલ હોસ્પિટલમાં એક દિવસની બાળકીનું અપહરણ થતાં ખળભળાટ મચી ગયો હતો. સોલા પોલીસ સ્ટેશનના 70 જેટલા પોલીસ કર્મીઓના સ્ટાફે બાળકીને શોધવાની તવાઇ હાથધરી હતી. પોલીસ તપાસમાં બાળકીને લઈને જતી એક મહિલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં હતા. આ સીસીટીવીને આધારે પોલીસે તપાસ કરતાં 7 દિવસ બાદ સફળતા મળી હતી.પરિવારને બાળકી મળતા પરિવારે રાહતનો શ્લાસ લીધો છે, માતા અને બાળકીનું આખરે મિલન થઇ ગયું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch