Fri,26 April 2024,8:24 pm
Print
header

કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરાવવામાં ઘાટલોડિયા પોલીસ નિષ્ફળ, શાકભાજીની લારીઓ પર ભારે ભીડ

અમદાવાદઃ રાજ્યમાં અમદાવાદ શહેર કોરોનાનું હોટસ્પોટ ગણાય છે જો કે છેલ્લા કેટલાક દિવસોથી એએમસીના ડોમ પર કોરોના ટેસ્ટની કામગીરી ઓછી કરી દેવાતા કોરોનાના કેસ પણ ઓછા આવી રહ્યાં છે જો કે ખતરો હજુ ટળ્યો નથી અને લોકો માર્કેટમાં બેફામ માસ્ક વગર ફરતા નજરે આવ્યાં છે ઘાટલોડિયા પોલીસની બેદરકારને કારણે કોરોના વાઇરસનું સંક્રમણ વધી શકે છે. 

આજે સાંજના સમયે ઘાટલોડિયામાં આવેલી શાકભાજીની લારીઓ પર મોટા પ્રમાણમાં ભીડ ભેગી થઇ હતી, અનેક લોકો અહીં માસ્ક વગર ફરી રહ્યાં હતા, ઘાટલોડિયા ગામ અને પટેલ ડેરી સામે, ચાંદની એપાર્ટમેન્ટ પાસે આવેલા નાના શાકમાર્કેટમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ થતા ફરીથી કોરોના સંક્રમણનો ખતરો વધી ગયો છે. કલાકો સુધી અહીં ભીડ હોવા છંતા ઘાટલોડિયા પોલીસે કોઇ જ કાર્યવાહી કરી નથી લોકો પણ બેદરકારીથી ટોળા ભેગા કરીને કોરોનાને આમંત્રણ આપી રહ્યાં છે અને પોલીસ કોઇ કાર્યવાહી પણ કરતી નથી, અનેક જગ્યાએ શાકભાજી વેચનારા પણ માસ્ક વગર બેઠા હતા.ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરે જવાબદાર પીઆઇ સહિતના સ્ટાફને સૂચના આપીને ભીડ ભેગી થતી જગ્યાઓ પર પેટ્રોલિંગ કરવા આદેશ કરવો જોઇએ, સાથે જ માસ્ક વગર ફરતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી થવી જોઇએ.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch