Fri,26 April 2024,7:43 pm
Print
header

જાણો, અમદાવાદમાં 95 ટકા લોકોએ કઈ કંપનીની રસી લીધી ? કયા વિસ્તારમાં થયું સૌથી ઓછું રસીકરણ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર કાબૂમાં હોય તેવું ચિત્ર છેલ્લા થોડા દિવસોથી છે. કોરોના સંક્રમિતોનો આંકડો પણ ઘટી ગયો છે, મૃત્યુઆંક સ્થિર છે.બીજી લહેર દરમિયાન કોરોનાના હોટસ્પોટ રહેલા અમદાવાદમાં કોરોના રસીકરણને લઈ મોટી માહિતી સામે આવી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે અમદાવાદમાં 18 વર્ષથી મોટા 84 ટકા લોકોનું રસીકરણ થઇ ગયું છે. 

રિપોર્ટ મુજબ, અમદાવાદમાં 18-44 વર્ષના 48.2 લાખમાંથી 27.5 લાખ લોકોનું રસીકરણ થયું છે. 45-60 વર્ષના 12.6 લાખ અને 60 વર્ષથી મોટા 8 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ટકાવારીમાં આ પ્રમાણ અનુક્રમે 57 ટકા, 26 ટકા અને 17 ટકા છે. શહેરમાં રસીકરણ થઈ ચુકેલા લોકોમાં 57 ટકા પુરુષો અને 43 ટકા મહિલાઓ છે. શહેરમાં 95 ટકા લોકોએ કોવિશિલ્ડ રસી લીધી છે. શહેરમાં સર્વોચ્ચ રસીકરણ 7 ઓગસ્ટના રોજ થયું હતું. આ દિવસે 55,297 લોકોને રસી અપાઈ હતી. દર 10 હજારમાંથી માત્ર 4 લોકોને જ રસી લીધા બાદ રિએક્શન આવ્યું હતું.

એએમસીના ડેટા મુજબ શહેરના જોધપુર, પાલડી, નવરંગપુરા, સ્ટેડિયમ અને બોડકદેવમાં 50 ટકાથી વધુ લોકોએ રસીના બંને ડોઝ લીધા છે. એએમસીના મેડિકલ ઓફિસર ડો. ભાવિન સોલંકીના કહેવા મુજબ શહેરમાં 84 ટકા લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રહેતા લોકો તેમના વિસ્તારને બદલે અન્ય અર્બન સેન્ટરમાં જઈને રસી લેતાં હોવાથી નવ અર્બન હેલ્થ સેન્ટરમાં ટાર્ગેટથી વધુ રસીકરણ થયું છે.

ચાંદખેડામાં 29.8 ટકા લોકોએ જ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. વાસણા 30.9 ટકા, બહેરામપુરામાં 33 ટકા, જમાલપુરમાં 33.6 ટકા, ગોમતીપુરમાં 39.8 ટકા, વસ્રાલમાં 40.9 ટકા, અમરાઈવાડીમાં 56.4 ટકા અને ગોમતીપુરમાં 60.2 ટકા લોકોએ રસીનો ડોઝ લીધો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch