Fri,26 April 2024,12:06 pm
Print
header

બાલાજી ગ્રુપ બિલ્ડર આશિષ શાહ સામે ફરિયાદ કરનાર તેજશ પટેલ ફસાયા, પોલીસને ધમકી મળ્યાંની ખોટી માહિતી આપી હતી

બિલ્ડર આશિષ શાહનો ફોટો 

અમદાવાદ: થોડા દિવસો પહેલા શહેરની મિરઝાપુર કોર્ટમાં બિલ્ડર આશિષ શાહે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાંની ફરિયાદ તેજશ પટેલે નોંધાવી હતી, તેમને આશિષ શાહ સામે છેતરપિંડીની જૂની ફરિયાદ કરી હતી અને બંને કોર્ટ પરિષરમાં આમને સામને આવી ગયા હતા, જેમાં તેજશ પટેલે પોલીસમાં ફરિયાદ કરતા કહ્યું હતુ કે આશિષ શાહે તેમના ડ્રાઇવર કનુ દેસાઇ પાસે કારમાં પડેલી રિવોલ્વર માંગીને કહ્યું હતુ આ તેજશને ગોળી મારી દો અને ડ્રાઇવરે તેમને ગાળો પણ આપી હતી, રાજસ્થાન લઇ જઇને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, પરંતુ આ વાત ખોટી સાબિત થઇ રહી છે, પોલીસે સીસીટીવીને આધારે અને કેટલાક પુરાવા પરથી તપાસ કરી તો માલૂમ પડ્યું કે આશિષ શાહે તેજશ પટેલને આવી કોઇ ધમકી આપી નથી, તેઓએ પોલીસમાં ખોટી ફરિયાદ કરી છે.

તેજશ પટેલ ખોટુ બોલીને પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે, જેથી શાહપુર પોલીસે તેમની સામે ફરિયાદ દાખલ કરી છે, જેથી હવે ખોટું બોલનારા આ શખ્સની મુશ્કેલીઓ વધી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch