Fri,26 April 2024,5:55 am
Print
header

જો તમારે વેપાર કરવો હોય તો કોરોનાની રસી લેવી જ પડશે, જાણો અમદાવાદમાં લેવાયો મોટો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાઇરસની બીજી લહેરમાં સૌ કોઇએ ભયાનક સ્થિતી જોઇ છે હવે સંભવિત ત્રીજી લહેરને રોકવા માટે રાજ્ય સરકાર તરફથી તમામ પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે કોરોના સામે રસીકરણ એ જ માત્ર મોટો ઉપાય હોવાથી સૌ કોઇએ કોરોનાની રસી લેવી જોઇએ. જો કે અનેક લોકો કોરોનાની રસીથી દૂર ભાગી રહ્યાં છે આ બધાની વચ્ચે અમદાવાદ કલેક્ટરે મોટો નિર્ણય લીધો છે જેમાં તમામ વેપારીઓએ ફરજિયાત કોરોનાની રસી લેવાની રહેશે જો કોઇ વેપારીએ રસી નહીં લીધી હોય તો તેની દુકાન સીલ કરી નાખવામાં આવશે.

અમદાવાદ કલેકટરે જાહેરનામું બહાર પાડીને કહ્યું છે કે જે વેપારીઓએ હજુ સુધી કોરોનાની રસી નથી લીધી તેઓએ રસી લઇ લેવી અને અત્યારે તેમને RTPCR નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે. જો પોલીસ તપાસમાં રસી લીધાનું સર્ટિફિકેટ નહીં હોય અને RTPCR નેગેટિવ રિપોર્ટ નહીં હોય તો જે તે વેપારી પર કાર્યવાહી કરાશે. પાનની દુકાનો, ચાની કીટલી, રિક્ષા ટેક્સી ચાલકો અને ફેરીયાઓ સહિતના વેપારીઓને આ નિયમો લાગુ કરાયા છે કોરોનાની ત્રીજી લહેરને રોકવા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે અગાઉ લારી ગલ્લા અને દુકાનોમાંથી કોરોનાનો ફેલાવો વધારે થયો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch