Thu,02 May 2024,3:37 am
Print
header

અફઘાનિસ્તાન: કાબૂલની શાળામાં ત્રણ બોમ્બ બ્લાસ્ટ, બાળકો સહિત 25 નાં મોત- Gujarat Post

કાબૂલ: આતંકવાદીઓએ અફઘાનિસ્તાનમાં શાળાઓને નિશાન બનાવી છે. કાબૂલમાં મંગળવારે સવારે સ્કૂલોમાં ત્રણ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. ફિદાયીન હુમલાખોરે શાળામાં પોતાની જાતને ઉડાવી દીધી હતી. સ્થાનિક મીડિયા અનુસાર આ વિસ્ફોટોમાં અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓ સહિત 25 નાં મોત થઇ ગયા છે અને 12 થી વધુ ઘાયલ થયા છે.આ વિસ્ફોટ ત્યારે થયા હતા જ્યારે બાળકો શાળાની બહાર ઉભા હતા. 

પહેલો બ્લાસ્ટ રાજધાનીના મુમતાઝ એજ્યુકેશનલ સેન્ટર પાસે થયો હતો.20 થી 25 મિનીટ પછી  અબ્દુરહીમ શાહિદ હાઈસ્કૂલમાં બીજો વિસ્ફોટ થયો હતો. જ્યારે બાળકો ક્લાસમાં હાજરી આપીને બહાર આવી રહ્યાં હતા. બાદમાં ત્રીજો બ્લાસ્ટ થયો હતો.

ઇસ્લામિક સ્ટેટ સહિત સુન્ની આતંકવાદી જૂથો શિયા હજારા સમુદાયના લોકોને નિશાન બનાવી રહ્યાં છે.આ સાથે જ તેમના પર ફરી એકવાર હુમલો કરવામાં આવ્યો છે.જો કે હજુ સુધી કોઈ સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી.હોસ્પિટલના નર્સિંગ વિભાગના વડાએ કહ્યું છે કે અહીં અનેક લોકોના મોત થઇ ગયા છે.

સત્તા તાલિબાનના હાથમાં છે

અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાના ગયા બાદ અહીંની સત્તા તાલિબાનના હાથમાં આવી ગઈ છે. તાલિબાનનું કહેવું છે કે ઓગસ્ટમાં સત્તા સંભાળ્યાં બાદથી તેઓએ દેશને સુરક્ષિત રાખ્યો છે. પરંતુ આંતરરાષ્ટ્રીય અધિકારીઓ અને વિશ્લેષકો કહે છે કે અહીં આતંકવાદ ફરી શરૂ થવાનું જોખમ છે. ઈસ્લામિક સ્ટેટ આતંકવાદી જૂથે અનેક મોટા હુમલાઓનો દાવો કર્યો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch