Fri,26 April 2024,4:59 pm
Print
header

આત્મઘાતી હુમલો, કાબૂલમાં 100 માસૂમ વિદ્યાર્થીઓનાં મોત- gujarat post

અફઘાનિસ્તાનઃ ફરી એક વખત કાબૂલમાં મોટો હુમલો થયો છે, એક આત્મઘાતી હુમલામાં 100 જેટલા માસૂમ વિદ્યાર્થીઓનાં મોત થઇ ગયા છે. એક એજ્યુકેશન સેન્ટર પર થયેલા બ્લાસ્ટમાં અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. જેમને જુદી જુદી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યાં છે.આ હુમલાની અમેરિકા સહિતના દેશોએ નીંદા કરી છે.

અફઘાનિસ્તાનમાં અમેરિકાના ગયા પછી તાલિબાનોનું શાસન છે, દરમિયાન અનેક આવા આત્મઘાતી હુમલાઓ થઇ ચુક્યાં છે.હાલમાં થયેલા હુમલાને લઇને વધુ માહિતી સામે આવી નથી, પરંતુ તાલિબાની સરકારના વિરોધીઓનું આ કૃત્ય છે તે નક્કિ છે.

અહીં માસૂમ વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષામાં બેઠા હતા ત્યારે જ તેમને નિશાન બનાવાયા છે. દુનિયાભરમાં આ ઘટનાની ટીકા થઇ રહી છે, અનેક પરિવારોએ પોતાના બાળકો ગુમાવ્યાં છે. હાલમાં આ હુમલાને લઇને વધુ તપાસ થઇ રહી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch