Fri,26 April 2024,8:36 pm
Print
header

યમુના એક્સપ્રેસ વે પર અકસ્માતમાં MP પોલીસના ત્રણ કોન્સ્ટેબલ સહિત ચારનાં મોત

અકસ્માતમાં બોલેરોના થઈ ગયા બે ટુકડા

મથુરાઃ યમુના એક્સપ્રેસ વે પર આજે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં  મધ્યપ્રદેશ પોલીસના ત્રણ પોલીસકર્મીઓ સહિત ચાર લોકોના મોત થઇ ગયા છે. યમુના એક્સપ્રેસ વેના માઇલ સ્ટોન 80 (સુરીર) પર રેલિંગ સાથે અથડાઇને બેકાબુ બનેલી બોલેરાના બે ટુકડા થઈ ગયા હતા.

તેમાં સવાર એક મહિલા પોલીસકર્મી સહિત ચાર લોકોના મોત થયા અને ત્રણ લોકો ઘાયલ થયા હતા. મધ્યપ્રદેશના ટીકમગઢના ભૂડેરા પોલીસ સ્ટેશનની ટીમ અપહરણ કરવીને લઈ જવાયેલી યુવતીને શોધવા માટે હરિયાણાના બહાદુરગઢ દબિશમાં જતા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની માહિતી મળતાં સુરીર પોલીસ પહોંચી હતી અને મૃતદેહોને કબ્જામાં લીધા હતા, ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા હતા. અકસ્માત બાદ એક્સપ્રેસ વેની એક લાઇન બંધ કરી દેવામાં આવી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch