વડોદરાઃ એસીબીએ 30 હજાર રૂપિયાની લાંચ લેનારા અધિકારીને રંગેહાથ ઝડપી પાડ્યાં છે, રાજેશ મહેન્દ્રભાઈ પટેલ, નાયબ મામલતદાર(વહિવટ) વર્ગ-3, મામલતદાર કચેરી, કરજણને લાંચ લેતા ઝડપી પાડ્યાં છે. આરોપીએ વહિવટી શાખા, નાયબ મામલતદાર (વહિવટ) કચેરીમાં જ લાંચની આ રકમ સ્વીકારી અને એસીબીએ તેમને ઝડપી પાડ્યાં હતા.
માટી પુરાણની મંજૂરીને લઇને અધિકારીએ કરી હેરાનગતિ
ફરીયાદીએ સર્વે નં.608 વાળા તળાવમાંથી સુજલામ-સુફલામ યોજના અંતર્ગત તેઓની માલિકીના સર્વે નં.117 માં માટી પુરાણના કામે માંકણ પંચાયતમાં અરજી કરી હતી. તેની નકલ મામલતદાર કચેરી કરજણ, પ્રાંત કચેરી કરજણ તથા તાલુકા વિકાસ અધિકારી કરજણને મોકલી આપી હતી, આ મામલે ગ્રામ પંચાયત કચેરીએ ઠરાવ કરી આપ્યો હતો. ત્યારબાદ મામલતદાર કચેરી દ્વારા ફરીયાદીને સ્થળ પર બોલાવીને દમ મારવામાં આવ્યો હતો અને 50 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી.
અંતે 30 હજાર રૂપિયા આપવાના નક્કિ કરાયા હતા, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કરીને બધી વાત કરી હતી, જેમાં એસીબીએ આરોપીને રંગેહાથ લાંચ લેતા ઝડપી પાડ્યો છે.
ટ્રેપીંગ અધિકારી: એસ.વી.વસાવા, પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પો.સ્ટે. ભરૂચ
મદદમાં આર.વી.વીંછી, પોલીસ ઇન્સ્પેકટર,એ.સી.બી.પો.સ્ટે. ભરૂચ તથા એ.સી.બી. સ્ટાફ ભરૂચ
સુપરવિઝન અધિકારીઃ પી.એચ.ભેંસાણીયા, મદદનીશ નિયામક, એ.સી.બી વડોદરા એકમ
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
કલોલમાં એ.સી.બી ટ્રેપમાં એન્જિનિયર ફસાયા, રૂપિયા 8 હજારની લીધી હતી લાંચ | 2026-02-18 22:04:08
ગજરાતમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોની ચિંતા વધી | 2026-02-18 17:07:34
ગુજરાત બજેટઃ કરદાતાની સંખ્યા 13.96 લાખ પર પહોંચી, 6 શહેરોમાં GST બાયોમેટ્રિક વેરિફિકેશનની મળશે સુવિધા | 2026-02-18 15:44:26
ગુજરાત બજેટ 2026-27: રૂપિયા 4.08 લાખ કરોડનું વિક્રમી બજેટ રજૂ કરાયું | 2026-02-18 15:16:26
મૃગીકુંડમાં શાહી સ્નાન વખતે પોલીસ સાથે ગેરવર્તન કરવું ભારે પડ્યું, કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ | 2026-02-17 18:19:06
63 વર્ષના ટ્યુશન શિક્ષકે 13 વર્ષની વિદ્યાર્થીની પર બળાત્કાર કર્યો, પીડિતા ગર્ભવતી થઈ અને સત્ય સામે આવ્યું | 2026-02-09 08:43:08
અમદાવાદ- વડોદરા હાઈવે બનશે વધુ સુરક્ષિત: NHAI ₹8.51 કરોડના ખર્ચે ડેન્જર ઝોન સુધારશે | 2026-01-28 15:06:20
વડોદરામાં વૈભવી બંગલામાં રહેતો નકલી PSI ઝડપાયો, પોલીસ યુનિફોર્મ, એરગન જપ્ત | 2026-01-21 08:11:27
વડોદરામાં પોલીસે નંબર પ્લેટ વગરના બુલેટ ચાલક યુવકને ઢોર માર માર્યો | 2026-01-04 21:48:45
ત્રણ વર્ષનું અફેર, લિવ-ઇન અને સગાઈ...બાદમાં યુવતીએ સાથે રહેતા મંગેતરની જ હત્યા કરી નાખી | 2026-01-03 17:49:21