Fri,26 April 2024,1:13 pm
Print
header

Fight Against Corruption- રૂ. 1,00,000ની લાંચ લેનારા કઠલાલના ASI પર ACBનો સકંજો, બોટાદમાં પણ હેડ કોન્સ્ટેબલ ઝડપાયો

ખેડા: રાજ્યમાં વધુ બે લાંચિયા પોલીસ કર્મી પર એસીબીએ સકંજો કસ્યો છે, ખેડા જિલ્લાના કઠલાલ પોલીસ સ્ટેશનના એએસઆઇ મનુ પાઉલ પરમાર રૂપિયા 1 લાખની લાંચ લેવાના કેસમાં એસીબીના હાથે ઝડપાઇ ગયા છે,આરોપી એએસઆઇ કપડવંજના સરસ્વતી નગરમાં રહે છે અને અગાઉ પણ અનેક વખતે તેની સામે પૈસા માંગ્યાની ફરિયાદો થઇ છે, એસીબીએ મનુભાઇના વતી પૈસા લેનારા પિઠાઇના ઉસ્માન મલેક નામના એક શખ્સને પણ પકડી પાડ્યો છે,

ફરિયાદીના સંબંધીના વિરુદ્ધમાં કઠલાલ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં એએસઆઇ મનુભાઇએ ઝડપથી જામીન મળી જાય તે માટે અને અન્ય મદદ માટે 2 લાખ રૂપિયાની માંગ કરી હતી, અંતે 1 લાખ 20 હજારમાં ડીલ નક્કિ થઇ હતી, જેમાં 20 હજાર રૂપિયા ગત 4 તારીખે આપી દેવામાં આવ્યાં હતા,1 લાખ રૂપિયા આજે આપવાના હતા, ફરિયાદીએ આ મામલે એસીબીને ફરિયાદ કરતા કઠલાલ પોલીસ સ્ટેશને જ મનુભાઇનો વહીવટદાર ઉસ્માન મલેક 1 લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયો છે. એસીબીએ આ કેસમાં બંને આરોપીઓની  ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

બોટાદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા

બીજા એક કેસમાં ભાવનગર પાસેના બોટાદ પોલીસ સ્ટેશનના વિનોદ મનુભાઇ વાળોદરા 2500 રૂપિયાની લાંચના કેસમાં ઝડપાયા છે.ફરીયાદી અને સેંથળી ગામની યુવતી પ્રેમ સંબંધમાં હતા અને તેઓ ઘરેથી ભાગી ગયા હતા, યુવતીના પિતાએ યુવકની સામે પોલીસમાં ફરિયાદ આપી હતી, જેમાં બંને પોલીસના હાથે ઝડપાઇ જતા ફરિયાદી યુવક પાસેથી વિનોદ વાળોદરાએ 20 હજાર રૂપિયાની લાંચ માંગી હતી, તેને હેરાન ન કરવા અને કેસમાં મદદ કરવાના નામે 12 હજાર રૂપિયા અગાઉ લઇ લીધા હતા, બીજા વધુ પાંચ હજાર રૂપિયાની સતત માંગણીઓ થઇ રહી હતી, જેથી ફરિયાદીએ એસીબીમાં જાણકારી આપતા હેડ કોન્સ્ટેબલ વિનોદ રૂપિયા 2500 ની લાંચ લેતા ઝડપાઇ ગયો છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch