Fri,26 April 2024,6:09 pm
Print
header

સાંસદ અભય ભારદ્વાજની અંતિમયાત્રામાં 50 જેટલા પરિવારજનો જોડાયા, મિત્રની મોટી ખોટ પડી છેઃ વિજય રૂપાણી

રાજકોટઃ ભાજપના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તેમના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળી છે. આજે બપોરે ભારદ્વાજનો પાર્થિવ દેહ તેમના રાજકોટ સ્થિત અમીન માર્ગ સાગર ટાવર ખાતે લવાયો હતો. તેમજ શાસ્ત્રોક વિધિ કરી બાદમાં અંતિમ દર્શન માટે પાર્થિવ દેહ મુકવામાં આવ્યો હતો. કોવિડ પ્રોટોકોલ પ્રમાણે તેમની અંતિમયાત્રામાં 50 લોકો જ હાજર રહ્યાં હતા. અંતિમયાત્રામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત રાજ્ય સરકારના મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, જયેશ રાદડિયા, ભીખુ દલસાણિયા, વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સહિતના આગેવાનોએ શ્રદ્ધાંજલિ આપી હતી. રાજકોટમાં ભાજપના નેતાઓ અને કાર્યકરોએ પણ તેમને શ્રદ્ધાંજલી આપી હતી. કોવિડ ગાઈડલાઈન મુજબ તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા.

કાલાવડ રોડ સ્થિત મોટા મવા સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા, કોરોનાની સારવાર પછી તેમને ફેફસામાં તકલીફ ઉભી થતાં ચેન્નઇની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, અહીં તેમનું સારવાર દરમિયાન નિધન થયું હતું. ત્યારે તેમના નિધન પર સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે તેમને એક મિત્ર ગુમાવ્યાં છે અને પાર્ટીને તેમની ખોટ વર્તાશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch