Fri,26 April 2024,4:07 pm
Print
header

2022 માં કમળ આવશે તો પેટ્રોલના ભાવ 150 રૂપિયા આપવા તૈયાર રહેજોઃ ઈસુદાન ગઢવી

કડીઃ આમ આદમી પાર્ટી આગામી વર્ષે યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પૂરી તાકાત સાથે ઉતરશે. આ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે પાર્ટી જિલ્લાઓમાં જનસંવેદના કાર્યક્રમ યોજીને લોકો વચ્ચે પોતાની પહોંચ બનાવી રહી છે. મહેસાણાના કડીમાં યોજાયેલા કાર્યક્રમમાં આપ નેતા ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યાં હતા.

ખાવડ ગામે યોજાયેલા જનસંવેદના કાર્યક્રમમાં ઈસુદાન ગઢવીએ કહ્યું, ભાજપ સરકારના રાજમાં મોંઘવારીએ માઝા મૂકી છે. પેટ્રોલના ભાવ રૂ.100 અને રાંધણ ગેસ ના બાટલાના રૂ.900 થતાં નાગરિકોની કમર તૂટી ગઈ છે. હવે જાગશો નહીં અને 2022માં કમળ આવશે તો પેટ્રોલના રૂ.150 અને ગેસના બાટલાના રૂ.1500 ના સુધીના ભાવ આપવા માટે તૈયાર રહેજો.

આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું કે ભાજપ સરકારના 27 વર્ષના શાસનકાળમાં આમ નાગરિકોના કામ કર્યા હોય તો તેમણે મત માંગવા રાજકીય મેળાવડા ના કરવા પડે, હાલમાં વિજય રૂપાણી સરકાર પોતાના પાંચ વર્ષના વિકાસની વાતો કરીને પ્રજાના નાણાંનો વ્યય કરી રહી છે. નોંધનિય છે કે આમ આદમી પાર્ટી હાલમાં કોરોનામાં માર્યા ગયેલા મૃતકોના પરિવારજનોને મળીને લોકોને જાગૃત કરી રહી છે અને ભાજપની ખોટી નીતિઓને ઉજાગર કરી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch