મૃતક બહેનોની તસ્વીર
વડોદરાઃ શહેરના કારેલીબાગ વિસ્તારમાં સગી જનેતાએ પોતાની બંને પુત્રીઓને મોતને ઘાટ ઉતારી હોવાના કમકમાટીભર્યાં બનાવમાં હત્યા કરનાર માતાએ અગાઉથી જ પ્લાન બનાવી રાખ્યો હોવાની વિગતો ખૂલી છે. આનંદનગરની સામે આવેલી અક્ષતા સોસાયટીમાં 20 દિવસ પહેલાં જ હની અને શાલિની નામની બે પુત્રીઓની સાથે રહેવા આવેલી દક્ષાએ બંને પુત્રીઓને ખાવામાં ઝેરી દવા નાખીને મોતને ઘાટ ઉતારી હતી.
બંને પુત્રીઓના મૃતદેહના પોસ્ટમોર્ટમ કર્યાં બાદ ગઇ મોડી સાંજે જ તેમના મૃતદેહ મામાને સોંપવામાં આવતાં તેમણે ભારે હૈયે અંતિમવિધિ કરી હતી.બંને દીકરીની હત્યા કરનાર દક્ષા ચૌહાણે ફાંસો ખાધો ત્યારે તેને બચાવનાર અજાણ્યો પુરુષ કોણ હતો તેની હજુ કોઈ વિગત મળી નથી.
પોલીસના કહેવા પ્રમાણે વહેલી સવારે એક પુરૂષ કોઇનું ઘર શોધવા આવ્યો હતો અને પહેલે માળે ચડી ગયો હતો, ત્યારે દક્ષાએ ફાંસો ખાધો હોવાથી તેણે બૂમો પાડી હતી. આ વખતે અન્ય લોકો આવી જતાં અજાણ્યા પુરુષે દક્ષાને ઉંચકી લીધી હતી અને ફાંસો કાઢી બહાર લાવ્યો હતો. ત્યારબાદ ફરીથી દક્ષા ફાંસો ખાવા અંદર દોડી ગઇ હતી. પરંતુ આ વખતે અજાણ્યો પુરુષ ચાલ્યો ગયો હતો. જેથી બીજીવાર મકાન માલિકે દક્ષાને બચાવી હતી. આમ આ અજાણ્યો પુરુષ કોણ હતો તેની ચર્ચાએ જોર પક્ડયું છે.
દક્ષા પોતાના પતિથી અલગ રહેતી હતી અને તેના કોઇની સાથે સંબંધ હતા કે કેમ તેની તપાસ પણ જરૂરી બની છે, હાલમાં પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
અમદાવાદમાં રૂ. 226 કરોડના ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ, ડ્રગ્સ અને ટેરર ફંડિંગ સાથે જોડાયેલા છે તાર | 2026-05-20 08:52:41
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52
ખંભાળિયા- દ્વારકા હાઇવે પર ચાલતી કારમાં આગ, પિતા અને પુત્રી જીવતા સળગી ગયા | 2026-05-19 14:12:19
અમદાવાદ- ગોધરા હાઇવે પરથી રૂ. 86 લાખના તરતા સોના સાથે બે શખ્સો ઝડપાયા | 2026-05-18 17:49:20
દાહોદમાં કારમાંથી 2.56 કરોડ રૂપિયા રોકડા મળ્યાં, આવકવેરા વિભાગ તપાસ કરશે | 2026-05-18 09:16:07
વડોદરામાં ફેબ્રિકેશનના કામ વખતે સિલિન્ડર બ્લાસ્ટ, દીવાલ ધરાશાયી થતા યુવકનું મોત | 2026-05-16 17:12:44
વડોદરા: UKમાં નોકરી કરતી પરિણીતાની પતિ અને સાસુ સામે ફરિયાદ, રૂ,77 લાખથી વધુની કમાણી ઉડાવી દીધાનો આક્ષેપ | 2026-05-08 16:55:04