Thu,02 May 2024,4:29 pm
Print
header

કેવડિયામાં માવઠું, અંબાલાલ પટેલે કરી ફરી એક મોટી આગાહી- Gujarat Post

અમદાવાદઃ રાજ્યના વાતાવરણમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારમાં કમોસમી માવઠું થયું છે. કેવડિયા આજુબાજુના વિસ્તારમાં ધીમી ધારે કમોસમી વરસાદ પડ્યો હતો. માગશર મહિનામાં વરસાદી ઝાપટું પડતાં ખેતી પાકને મોટા નુકસાનની ભીતિ છે. વરસાદના કારણે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે.

કમોસમી વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ જોરદાર આગાહી કરી છે.તેમણે કહ્યું જાન્યુઆરી બાદ ફેબ્રુઆરી માસમાં પણ માવઠાનું સંકટ છે. 8 અને 9 તારીખમાં કમોસમી વરસાદ થવાની શક્યતા વધુ છે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ કચ્છમાં વરસાદ થશે. આણંદ, અમદાવાદ અને ગાંધીનગરમાં કમોસમી વરસાદની શક્યતા છે મકરસંક્રાંતિ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. જાન્યુઆરીના અંત સુધીમાં શિયાળો ગાયબ થતો હોય તેવું જણાશે. જાન્યુઆરીના અંત ભાગમાં ગરમીનો અનુભવ થશે.

પશ્ચિમી વિક્ષેપનું જોર ફેબ્રુઆરી માસની શરૂઆતમાં વધશે. જેના કારણે 17 અને 18 ફેબ્રુઆરીમાં પણ હવામાન બદલાશે. 17 અને 18મી તારીખે પણ કમોસમી વરસાદ થઈ શકે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch