Thu,21 September 2023,9:49 pm
Print
header

તાઈવાનમાં ચીનના શક્તિ પ્રદર્શન પર અમેરિકા લાલઘૂમ, બ્લિંકને ક્હ્યું- અમે કરીશું રક્ષા, મોકલ્યું યુદ્ધ જહાજ – Gujarat Post

(ફાઈલ તસવીર)

વોશિંગ્ટનઃ ચીનની વધતી આક્રમકતા અને તાઈવાનમાં શક્તિ પ્રદર્શન પર દુનિયા ચિંતિત છે, અમેરિકા ચીન સામે લાલઘૂમ છે, અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને સ્પષ્ટપણે કહ્યું છે કે અમે અમારા સહયોગીઓ અને ભાગીદારોની સુરક્ષાને લઈને મક્કમ છીએ. ચીન તાઈવાનની ખાડીમાં તેના શસ્ત્રોનું જીવંત પ્રદર્શન કરી રહ્યું છે. તેણે એક ડઝન બેલેસ્ટિક મિસાઈલો છોડી છે, જેમાંથી કેટલીક જાપાનના એક્સક્લુઝિવ ઈકોનોમિક ઝોનમાં પણ પડી છે.

કંબોડિયામાં આસિયાનની બેઠક બાદ ફિલિપાઈન્સની રાજધાની મનીલા પહોંચતા પહેલા બ્લિંકને તાઈવાન અંગે અમેરિકાની નીતિ સમજાવી હતી. તાઈવાનને લઈને ચીનની બેચેની અને ઉગ્રવાદ ચિંતાજનક સ્થિતિ બની ગઈ છે. આવી સ્થિતિમાં બ્લિંકને કહ્યું કે અમે અમારા સહયોગી અને ભાગીદારો સાથે છીએ.

યુનાઇટેડ સ્ટેટ્સ પ્રાદેશિક સંગઠનો સાથે અને તેમના દ્વારા કામ કરશે, જેથી મિત્રોને બળજબરી વિના નિર્ણય લેવાની તક મળે. તેમને કહ્યું કે અમે જાપાન સહિત આ ક્ષેત્રમાં અમારા સહયોગીઓની સુરક્ષા પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવા માટે પગલાં લઈશું. અમેરિકાના વિદેશ મંત્રી તેમની એશિયા પેસિફિક અને આફ્રિકાની મુલાકાતના પ્રથમ તબક્કામાં કંબોડિયા પહોંચ્યા હતા. ત્યાંથી જતા પહેલા તેમણે આ વાત કહી. અમેરિકી સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાનની મુલાકાત અંગે ચીનની ધમકીઓના સંદર્ભમાં બ્લિંકને મીડિયા સાથેની ચર્ચામાં બેફામ વાત કરી.

અમેરિકી સંસદના નીચલા ગૃહના પ્રતિનિધિ સભાના સ્પીકર નેન્સી પેલોસીની મુલાકાત બાદ હવે ચીને તાઈવાનની આસપાસ અભૂતપૂર્વ લશ્કરી કવાયત શરૂ કરી છે. નિષ્ણાતોના મતે, આ કાર્યવાહી દ્વારા ચીન બતાવવા માંગે છે કે તાઈવાન તેનો ભાગ છે અને તે તેની સરહદમાં ગમે ત્યાં જઈને સૈન્ય અભ્યાસ કરી શકે છે. નેન્સી પલોસીની મુલાકાત ચીન રોષે ભરાયું છે અને પાઠ ભણાવવા ગમે તે કરી શકે છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch