Wed,24 April 2024,10:00 pm
Print
header

પાટણમાં બે લકઝરી બસ અને ઇકો વચ્ચે ટ્રિપલ અકસ્માત, એકનું મોત

પાટણઃ રાજ્યમાં જીવલેણ અકસ્માતનો સિલસિલો યથાવત છે. પાટણના શંખેશ્વરના પંચાસર હાઇવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. બે લકઝરી અને ઇક્કો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત થયું છે, જ્યારે 6 લોકો ઘાયલ થયા છે.રાજસ્થાનના સુંઢામાતાના દર્શન કરી પરત ફરી રહેલા પઢાર પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં ઇક્કોમાં સવાર એક વ્યક્તિનું મોત થયું હતું. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકો દોડી આવ્યાં હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

જામનગરના ધ્રોલ નજીક ધ્રાંગડા ગામના પાટીયા પાસે બંધ પડેલા એક ટ્રકની પાછળ બાઈક ઘૂસી જતાં બાઇક ચાલકનું ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યું નિપજ્યું હતુ. રણજીતપર ગામમાં રહેતા કેશુભાઈ પરસોત્તમભાઈ પરમાર નામના 45 વર્ષના શખ્સ પોતાનું બાઈક લઈને બિયારણનો સામાન લઈ પોતાના ગામ જઈ રહ્યાં હતા. દરમિયાન માર્ગમાં ધ્રાંગડા ગામના પાટીયા પાસે ટ્રક ચાલકે કોઈપણ પ્રકારની નિશાની દર્શાવ્યાં વિના પોતાનો ટ્રક માર્ગ પર ઉભો રાખી દીધો હતો. જેથી પાછળથી આવતું બાઈક ટ્રક સાથે અથડાયું હતું અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કેશુભાઈ પરમારને ગંભીર ઇજાઓ થઈ હતી અને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો.પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch