Fri,26 April 2024,8:21 am
Print
header

ગુજરાતીઓની મોટી વસ્તીવાળા ઓસ્ટ્રેલિયાના આ શહેરમાં હજુ બે સપ્તાહ રહેશે લોકડાઉન

સિડનીઃ કોરોનાના ડેલ્ટા વેરિયંટે સમગ્ર વિશ્વની ચિંતા વધારી દીધી છે વધતા કેસોને કારણે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં લાદવામાં આવેલું લોકડાઉન વધુ બે સપ્તાહ લંબાવાવમાં આવી શકે છે સ્ટેટ પ્રિમિયર ગ્લેડસે બેનેરિકિલને બુધવારે જણાવ્યું કે સિડનીના 5 મિલિયન લોકોએ ઓછામાં ઓછા બે સપ્તાહ સુધી લોકડાઉનમાં રહેવું પડી શકે છે. ઉપરાંત તેમણે વર્તમાન નિયંત્રણો વધુ કડક બનાવવાની ના પાડી હતી

હાલ સિડનીમાં દરેક જગ્યાએ માસ્ક પહેરવાનું ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત ઘરે પણ 5 થી વધારે મહેમાનોને બોલાવવાની પરમીશન આપવામાં આવી નથી. ઓસ્ટ્રેલિયાનું સૌથી મોટું શહેર હાલ ત્રીજા સપ્તાહના આંશિક લોકડાઉનમાંથી પસાર થઈ રહ્યું છે કોરોના વાયરસનો ડેલ્ટા વેરિયંટ અહીં ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં અહીં 97 નવા કેસ નોંધાયા હતા.ગઈકાલે 89 કેસ નોંધાયા હતા. નિષ્ણાતોને અહીં કોરોનાના કેસ હજુ વધવાની આશંકા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું કે અમીર દેશો વિવિધ પ્રકારના પ્રતિબંધો બાદ હવે અનલોક તરફ વધી રહ્યાં છે જે યુવાનોએ રસી લીધી છે તેમને વધારે ખતરો નથી, ગરીબ દેશોમાં રસીની અછત છે તેના પર ધનિક દેશોએ ધ્યાન આપવું જોઈએ.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch