Fri,26 April 2024,2:39 pm
Print
header

ઉદ્યોગપતિ ધીરુ ગજેરા પંજો છોડીને ભાજપમાં ભળી જશે, કહી આ મોટી વાત

2022 વિધાનસભા ચૂંટણીમાં સુરતની વરાછા કે કામરેજ બેઠક પર ગજેરા અને આપના મહેશ સવાણી વચ્ચે જામી શકે છે જંગ

સુરતઃ જાણીતા ઉદ્યોગપતિ ધીરુ ગજેરા ફરીથી ભાજપમાં વાપસી કરશે તે નક્કી થઈ ગયું છે. તેમણે એક નિવેદન આપતા કહ્યું કે મારા થોડા જિદ્દી સ્વભાવને કારણે ભાજપમાં જોડાવામાં મોડું થયું છે. ગુજરાતના રાજકારણના ઈતિહાસમાં ક્યારેય ત્રીજો પક્ષ સફળ રહ્યો નથી અને રહેશે પણ નહીં તેવી વાત કરીને આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું છે.

સુરત શહેરમાં હાલ પાટીદારોના શક્તિપ્રદર્શનને કારણે રાજકીય પાર્ટીઓ તેમના તરફ વધતો ઝોક રાખી રહી છે.તેઓ પાટીદાર હોવાથી ભારતીય જનતા પાર્ટીમાં ફરીથી આવી રહ્યાં છે.તેમના મતે ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારેય સફળ થાય તેવું બન્યું નથી.આખા બોલા સ્વભાવના ધીરુ ગજેરાને તેમના નિવેદનને કારણે ધારી સફળતા મળી નથી.

કોંગ્રેસમાં ગયા પછી ધીરુ ગજેરા ચાર વખત ચૂંટણી લડ્યા છે ચારે વખત ચૂંટણીમાં હાર થઈ છે.પાટીદાર અનામત આંદોલનનું મુખ્ય કેન્દ્ર વરાછા હતું. પાટીદારોમાં ભાજપની સામે નારાજગી હોવા છતાં પણ તેઓ કોંગ્રેસમાંથી જીતી શક્યા ન હતા. ભાજપમાંથી તેઓ વરાછા કે કામરેજ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે આમ આદમી પાર્ટી પણ મહેશ સવાણીને તેમની સામે ઉતારે તો સુરતમાં બે ઉદ્યોગપતિઓ વચ્ચે ચૂંટણી જંગ જામી શકે છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch