Wed,08 May 2024,8:02 am
Print
header

શિક્ષકને આવેલા વીડિયો કોલમાં અજાણી યુવતી દેખાઇ હતી ન્યૂડ, પછી પડાવી લીધા રૂ.53 હજાર- Gujarat Post

(પ્રતિકાત્મક ફોટો)

સુરતઃ સાયબર ક્રાઈમના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.  પુણા ગામમાં રહેતા એક શિક્ષકને વોટ્સએપ પર પ્રિયા શર્મા નામે આવેલા વીડિયો કોલ પર વાત કરવાનું ભારે પડ્યું હતુ. શિક્ષકને કોલનું સ્ક્રીન રેકોર્ડીંગ મોકલાવી ભેજાબાજ ટોળકીએ યૂ-ટ્યુબ, ફેસબુક અને ટ્વીટર ઉપરથી વીડિયો અપલોડ થયો છે તે ડિલીટ કરવાના બહાને ટુક્ડે-ટુક્ડે રૂ. 53 હજાર પડાવી લઇને વધુ પૈસાની માંગણી કરીને છેતરપિંડી કરી હતી.

પોલીસમાં જાહેર થયેલી વિગતો પ્રમાણે, 26 ફેબ્રુઆરીના રોજ પ્રિયા શર્મા નામે અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. યુવકે મેસેજ ઉપર વાતચીત કર્યાંની ગણતરીની મિનીટોમાં વીડિયો કોલ આવ્યો હતો, જેમાં અજાણી મહિલા ન્યૂડ હતી, જેથી ગણતરીની મિનીટમાં જ પિયુષે કોલ કટ કરી દીધો હતો. કોલ કટ કરતા યુવતીએ વીડિયો કોલનું સ્ક્રીન રેકોર્ડીંગ મોકલાવ્યું હતું. જેમાં તેના ન્યૂડ ફોટો અને વીડીયો યૂ-ટ્યુબ પર વાયરલ કરવાની ધમકી આપીને પૈસાની માંગણી કરી હતી જો કે યુવકે રૂપિયા આપ્યા ન હતા. બે દિવસ બાદ વિક્રમ રાઠોડ નામે મેસેજ આવ્યો હતો અને પોતાની ઓળખ સાયબર ક્રાઇમ અધિકારી તરીકે આપીને કહ્યું હતુ કે તારી સામે મારી પાસે એક ન્યૂડ વીડીયોનો કેસ આવ્યો છે, એક મોબાઇલ નંબર આપીને તેની ઉપર યૂ-ટ્યુબ કંપનીના રાહુલ શર્મા નામના ઓફિસર સાથે વાત કરી કેસ ક્લોઝ કરાવવા કહ્યું હતું.

જેથી તેણે કોલ કરતા રાહુલ શર્માએ વીડીયો ડિલીટ કરવા રૂ. 10 હજાર ઓનલાઇન પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યાં હતા. ત્યાર બાદ વિક્રમ રાઠોડે કોલ કરીને વીડીયો માત્ર યૂ-ટ્યુબ પરથી ડિલીટ કર્યો છે, ફેસબુક, ટ્વીટર વગેરેમાં ડિલીટ કરવો પડશે એમ કહી ટુક્ડે-ટુક્ડે રૂ. 43 હજાર બીજા પડાવ્યાં હતા.વધુ રૂપિયાની માંગણી કરવામાં આવતા કંટાળીને યુવકે પોલીસે ફરિયાદ નોંધાવી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch