Sun,05 May 2024,8:31 pm
Print
header

રૂ. 25 લાખ ગયા અને લગ્નેતર મહિલાને મિત્રતા પણ પડી મોંઘી, સુરતનો આ કિસ્સો બન્યો ચર્ચાનો વિષય

પ્રતિકાત્મક ફોટો

સુરતઃ ઉધના વિસ્તારના જીમમાં જતી ડીંડોલીના સ્ક્રેપના વેપારીની પત્ની સાથે મિત્રતા કેળવીને તેને ધમકી આપવામાં આવી છે. પર્સનલ લોન અને આ પીડિતાના નામે બે કાર ખરીદી લેવામાં આવી હતી, ઉપરાંત પીડિતાને ધમકી આપવામાં આવી હતી કે તારા પતિ અને પુત્રીને મારી નાખીશું, બળજબરીથી શરીરસંબંધ બાંધવા ઉપરાંત હવે તારામાં મજા નથી આવતી, તારી દીકરી જુવાન છે તેનામાં મજા કરાવ, એમ કહીને અભદ્ર માંગણી કર્યાની ફરીયાદ ડીંડોલી પોલીસમાં નોંધાઈ છે.

ડીંડોલીના પાટીલ રોડ વિસ્તારમાં રહેતા સ્ક્રેપના વેપારીની પત્ની ઉધના વિસ્તારમાં જીમમાં જતી હતી ત્યારે માતાને લઇને જીમમાં આવતા ઇશ્વર ગોપાલ પટેલ ઉર્ફે વિક્રમ રાણા પરિચય થયો હતો. ઇશ્વરની માતા કયારેક મહિલાના ઘરે આવતી હતી તો કયારેક મહિલા પણ ઇશ્વરના ઘરે જતી હતી અને ઇશ્વર અને મહિલા વચ્ચે મોબાઇલ ફોન ઉપર પણ નિયમીત વાતચીત થતી હતી. દરમિયાન ઇશ્વરે પોતાના મકાનના હપ્તા ભરવાના બાકી છે એમ કહીને મહિલા પાસેથી અવારનવાર પૈસા લીધા હતા.આરોપી ઇશ્વરે મહિલાના નામે પર્સનલ લોન લઇ લીધી હતી. આરોપીએ નિર્મલા અને હર્ષવર્ધન નામની વ્યક્તિ સાથે પીડિતાની મુલાકાત કરાવી હતી. હર્ષવર્ધને મહિલાના ડોક્યુમેન્ટસ લીધા હતા,પરંતુ લોન કરાવી ન હતી.પીડિત મહિલાને જાણવા મળ્યું હતું કે હર્ષવર્ધનની સાથે ઇશ્વર પણ મળી ગયો છે જેથી પોતાના નામે લીધેલી બે કારના હપ્તા ભરવા માટે ઇશ્વરને કહ્યું હતું. પરંતુ ઇશ્વરે ગુસ્સો કરી પોતાના ઘરે મળવા બોલાવી હતી.

જયાં ઇશ્વરે મેં તારી સાથે છેતરપિંડી કરી છે અને તે કોઇને કહેતી નહીં. ઉપરાંત પતિ અને પુત્રીને મારી નાંખવાની ધમકી આપીને શરીરસંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ ઇશ્વર સમયાંતરે મહિલાના ઘરે જઇ મને પૈસા આપ નહીંતર મેં તારી સાથે સંબંધ બાંધ્યો છે તે તારા પતિને કહી દઇશ એમ કહી બ્લેકમેઇલ કરીને ટુક્ડે-ટુક્ડે કુલ રૂ. 25 લાખ પડાવી લીધા હતા. બે મહિના અગાઉ ડીંડોલી તળાવ પાસે બોલાવી ત્યાં પણ જબરજસ્તી શરીરસંબંધ બાંધ્યો હતો અને ત્યાર બાદ હવે તારામાં મજા નથી આવતી, તારી દીકરી જુવાન છે તેનામાં મજા કરાવને એમ કહી અભદ્ર માંગણી કરી હતી. હાલમાં પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch