Sun,05 May 2024,12:59 pm
Print
header

આ છે ગુજરાતના વિજય માલ્યા....સુરતનું દંપત્તિ બેંકને રૂ.100 કરોડનો ચૂનો લગાવીને વિદેશ ભાગી ગયું-Gujarat Post

આરોપી વિજય શાહ, કવિતા શાહ સામે અનેક ગુના નોંધાયેલા છે

સતિષ અગ્રવાલ પણ કંપનીમાં હતા ડિેરક્ટર

બેંક ઓફ બરોડામાંથી લીધી હતી રૂ. 100 કરોડની લોન

સુરતઃ બેંકો સાથે છેતરપિંડીનો વધુ એક કેસ સામે આવ્યો છે. એક દંપત્તિ બેંક ઓફ બરોડાને રૂપિયા 100 કરોડનો ચૂનો લગાવીને વિદેશ ફરાર થઈ ગયું છે. આ અંગે સીબીઆઈએ તપાસ શરૂ કરી છે. સુરતમાં હાઈ-ટેક સ્વીટ વોટર કંપનીના ડિરેક્ટર વિજય શાહ અને તેમના પત્ની કવિતા શાહે બેંક ઓફ બરોડામાંથી 100 કરોડ રૂપિયાની લોન લીધી હતી અને તે રૂપિયા બેંકને પરત કર્યાં નથી.

આ દંપત્તિ શહેરના અન્ય મોટા બિઝનેસમેન સાથે ઠગાઈ કરીને વિદેશ ભાગી ગયું છે. વિદેશ જતાં પહેલાં કંપનીના કર્મચારીને ડિરેક્ટર બનાવીને પોતે બચવાનો પ્રયાસ કરાયો હતો. જે લોકો સાથે ઠગાઈ થઈ છે તેમણે મીડિયાને જણાવ્યું હતું કે અમારી પાસે વિજય શાહ અને તેમની પત્ની કવિતા શાહના ફ્રોડના અનેક પુરાવા છે. આ સમગ્ર કૌભાંડ બાબતે તેમણે ગાંધીનગર CBIમાં ફરિયાદ કરી હતી ત્યાર પછી આ ફરિયાદની વધુ તપાસ અર્થે સુરત આર્થિક ગુના શાખા ક્રાઈમ બ્રાન્ચમાં મોકલવામાં આવી હતી. જેની સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

આમ વિજય માલ્યાની જેમ વધુ એક ફ્રોડ બેંકને ચૂનો લગાવીને વિદેશ ફરાર થઇ ગયો છે, આ મામલે તપાસ થઇ રહી છે કે બેંકે કંઇ રીતે આ શખ્સને 100 કરોડ રૂપિયાની લોન આપી અને આ કૌભાંડમાં અન્ય કોઇની સંડોવણી છે કે નહીં તેની પણ તપાસ થઇ રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch