Fri,26 April 2024,6:03 pm
Print
header

સુરતમાં AAPની સફળતાથી ભાજપ ગભરાયું, મંત્રીમંડળમાં લેવા પડ્યાં વધુ ચહેરા

સુરતઃ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળની ગઈકાલે શપથવિધી યોજાઈ ગઇ છે.જેમાં આ વખતે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના દક્ષિણ ગુજરાતનો દબદબો જોવા મળ્યો છે. સુરતમાં આમ આદમી પાર્ટીની ધમાકેદાર એન્ટ્રીને પગલે ભાજપની ચિંતા વધી છે. નવા મંત્રીમંડળ સામે આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં આપની એન્ટ્રી રોકવાનો પડકાર છે.

મંત્રીમંડળની શપથવિધી બાદ આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કર્યું કે, ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધી થઈ છે સુરતમાંથી ચાર લોકોને મંત્રી બનાવાયા.તેની સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ, એક કેન્દ્રીય મંત્રી અને ચાર રાજ્ય મંત્રી સુરતના થઈ ગયા છે.આ એ જ સુરત છે જ્યાં આમ આદમી પાર્ટીએ મનપામાં 27 બેઠકો  જીતીને ઈતિહાસ રચ્ચો છે.હવે તમારે જે સમજવું હોય તે સમજો.

આમ આદમી પાર્ટી સુરતથી જ વિધાનસભામાંથી પ્રવેશ કરશે તેવો ડર ભાજપને સતાવી રહ્યો છે. ભાજપે નવું મંત્રીમંડળ આપીને નવી રણનીતિ અપનાવી છે પરંતુ આમ આદમી પાર્ટીના કારણે શહેરી વિસ્તોરામાં હજુ ભાજપ માટે પડકારની સ્થિતિ હોવાનું કહેવાય છે. સુરત મહા નગરપાલિકામાં આમ આદમી પાર્ટીને મળેલી સફળતાને જોતાં નવા મંત્રીમંડળમાં સુરતનું પ્રતિનિધિત્વ વધારાયું છે.પૂર્વ આરોગ્યમંત્રી અને સુરતના ધારાસભ્ય કિશોર કાનાણીએ પણ આગામી વિધાનસભા ચૂંટણીમાં સુરતમાં ભાજપ માટે કપરાં ચઢાણ હોવાનું તાજેતરમાં કહ્યું હતું.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch