Wed,08 May 2024,2:38 am
Print
header

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના પીએના ભાઈની ઓળખ આપીને 10 યુવક-યુવતીઓ સાથે રૂ.2.32 લાખની ઠગાઇ- Gujarat Post

સુરત: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના પીએના ભાઇની ઓળખ આપીને 10 યુવક-યુવતીઓ સાથે ઠગાઇ કરવામાં આવી હતી. ડો. રાજીવ મહેતા તરીકે ઓળખ આપનાર વ્યક્તિએ ભાઠેનામાં લેબોરેટરી ચલાવતી યુવતી, તેના ભાઇ સહિત 10 યુવક-યુવતીઓને સિવિલ હોસ્પિટલમાં નોકરી આપવાના બહાને 2.32 લાખ રૂપિયાની રકમ પડાવી  હતી. નોકરી  નહીં આપવામાં આવતા અંતે તમામ દ્વારા કરાયેલી ફરિયાદને પગલે ઉધના પોલીસ હાર્દિક મિસ્ત્રીની ધરપકડ કરી હતી.

આરોગ્ય મંત્રીના પીએના ભાઈ તરીકે તેમજ પોતે હાર્ટના ડોક્ટર છે તેવી ઓળખ આપીને સ્મીમેર-નવી સિવિલ હોસ્પિટલમાં નોકરી અપાવવાના બહાને સુરતના યુવક-યુવતીઓ પાસેથી રૂ.2.98 લાખ પડાવનાર અમરોલીના ધો.12 પાસ ઠગ હાર્દિકની ઉધના પોલીસે ધરપકડ કરી છે. આ શખ્સે રાજકોટમાં પણ સિવિલ હોસ્પિટલમાં યુવાનોને નોકરી અપાવવાના બહાને રૂ.23 લાખ પડાવી લીધા હતા.

મૂળ અમરેલીના રાજુલાની વતની અને સુરતમાં કતારગામ ગોપીનાથ સોસાયટીમાં રહેતી 26 વર્ષીય ઉર્વશી ગોપાલભાઇ મકવાણા ઉધના ભાઠેના ડેનીશ બેકરીની બાજુમાં નસરવજી પાર્કમાં મેડીફેલેક્ષ પેથેલોજી લેબોરેટરી ધરાવે છે.ગત 14 ઓક્ટોબરના રોજ તેના મોબાઈલ ફોન પર અજાણ્યા નંબર પરથી વ્હોટ્સએપ મેસેજ આવ્યો હતો.તેમાં લખ્યું હતું - હું ડો.રાજીવ મહેતા હાર્ટનો એમ.ડી.સર્જન છું.તેમજ હાલના ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના પી.એ. હાર્દિક મારો ભાઈ થાય છે  સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેરમાં જુદીજુદી જગ્યાની ભરતી છે.તમે લેબ ચલાવો છો, તમારે સરકારી નોકરી જોઈએ છે તેમ પૂછ્યું હતું.ડો.રાજીવ મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે સ્મીમેરમાં કોવીડમાં લેબ ટેકનીશિયનની ડેથ થઈ છે તેની જગ્યા ભરવાની છે.રૂ.65 હજાર સેલરી મળશે.

ઉર્વશીએ આ અંગે પોતાના પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ તેમને પોતાના ડોક્યુમેન્ટ મોકલતા ડો.રાજીવ મહેતાએ ડોક્યુમેન્ટ એપ્રુવલના રૂ.20 હજાર, મોર્નીગ ડયુટી સેટ કરવાના રૂ.10 હજાર, એપ્રનના રૂ.5 હજાર, જોઈનીંગ લેટરની તારીખ લંબાવવાના રૂ.10 હજાર, એડમીશન ફોર્મના રૂ.2 હજાર મળીને કુલ રૂ.47 હજાર લીધા હતા.વાતચીત દરમિયાન ડો.રાજીવ મહેતાએ બીજા કોઈ લેબ ટેકનીશિયનની નવી સિવિલ હોસ્પિટલમાં જગ્યા ખાલી છે તેમ પૂછતાં ઉર્વશીએ મોટા વરાછામાં લેબ ધરાવતી બહેનપણી ખુશ્બૂ સાવલીયાનો સંપર્ક કરાવતા ડો.રાજીવ મહેતાએ તેની પાસે રૂ.62 હજાર લીધા હતા.

ડો.રાજીવ મહેતાએ ઉર્વશીના ભાઈ પિયુષને નવી સિવિલ હોસ્પિટલમાં બિલિંગ ડિપાર્ટમેન્ટમાં નોકરી અપાવવા રૂ.19 હજાર તેમજ એક ડોક્ટર સહિત અન્ય યુવક-યુવતીને સ્મીમેર અને નવી સિવિલ હોસ્પિટલમાં નોકરી અપાવવાના બહાને તમામ પાસેથી કુલ રૂ.2.98 લાખ પડાવ્યાં હતા. જો કે હવે આ ઠગ પકડાઇ ગયો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch