Sun,16 June 2024,12:01 pm
Print
header

Surat News: કાળઝાળ ગરમીમાં રત્ન કલાકાર સહિત 3 લોકોનાં મોત- Gujarat Post

(demo pic)

સુરતઃ રાજ્યમાં હાલ કાળઝાળ (heawave in Gujarat) ગરમી પડી છે. હવામાન વિભાગ (weather department forecast) દ્વારા રાજ્યમાં આગામી 3- 4 દિવસ લોકોને જરૂરી કામ સિવાય ઘરની બહાર નીકળવાની (stay in home) ના પાડવામાં છે. આ દરમિયાન ડાયમંડ નગરી સુરતમાં (diamond city surat) છાતીમા દુખાવો અને બેભાન થયા બાદ મોતની (death due to heart attack) વધુ ત્રણ ઘટનાઓ બની છે.

કાપોદ્રામાં શ્રીજી કૃર્પા સોસાયટીમાં રહેતા 41 વર્ષીય રાજેશ પરબતભાઇ ભેદા ગત મોડી સાંજે નોકરી ઘરે ગયા બાદ અચાનક બેભાન થઇ જતા સારવાર માટે ખાનગી  હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને જાહેર કર્યાં હતા. જ્યાં રાજેશ મૂળ જૂનાગઢના વતની હતા.  તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તે રત્નકલાકારનું કામ કરતા હતા.

પુણાગામમાં શિવાજી નગરમાં રહેતા 32 વર્ષીય ભીખા સોમાભાઇ કુંવર ગત સાંજે નાની વેડ ખાતે જગીરાવાડી પાસે અચાનક તબિયત બગાડતા બેભાન થઈ ગયા હતા. આ અંગે જાણ થતા 108 ત્યાં પહોચી હતી અને તેમને મૃત જાહેર કર્યા હતા.

ધોડદોડ રોડ પર સાવલાની એસ્ટેટ ખાતે રહેતા 35 વર્ષીય રોહન હરીશ ભેદા બપોરે ઘરમાં બેડરૂમમાં અચાનક બેભાન થઇ જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.  

ઉલ્લેખનીય છે કે ગઈકાલે મોરબીના વાઘાપર ગામે એક ધાર્મિક કાર્યક્રમમાં ધૂણતી વખતે ભૂવાનું પણ હાર્ટએટેકથી મોત થયું હતું. થોડા દિવસ પહેલા વડોદરામાં 36 કલાકમાં 10 લોકોના હાર્ટએટેકથી મોત થયા હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch