Fri,26 April 2024,9:06 pm
Print
header

એલન મસ્કની Space-X એ રચ્યો ઈતિહાસ, ચાર લોકોને ત્રણ દિવસ માટે અંતરિક્ષમાં મોકલ્યાં

વોશિંગ્ટનઃ બિઝનેસમેન એલન મસ્કની કંપની સ્પેસ એક્સનું પ્રથમ આલ સિવિલિયન ક્રૂ અંતરિક્ષમાં જવા રવાના થયું છે. કંપનીએ પ્રથમ વખત 4 લોકોને અંતરિક્ષમાં મોકલ્યાં છે. તેને મિશન ઈંસપિરેશન 4 નામ આપવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે ધરતીની કક્ષમાં જનારૂં આ પ્રથમ નોન પ્રોફેશનલ એસ્ટ્રોનોટ્સ ક્રૂ છે. અંતરિક્ષમાં જનારા ચારેય યાત્રી ડ્રેગન કેપ્સૂલથી અંતરિક્ષમાં જવા રવાના થયા છે. આ યાત્રી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં 160 કિમી ઉંચાઈ કક્ષાથી દુનિયાની પરિક્રમ કરીને ત્રણ દિવસ અંતરિક્ષમાં પસાર કરશે. જે બાદ સ્પેસક્રાફ્ટ પૃથ્વીના વાયુમંડળમાં ફરીથી પ્રવેશ કરશે અને ફ્લોરિડાના દરિયાકંઠે નીચે ઉતરશે.આ મિશનની કમાન 38 વર્ષીય ઈસાકમેનના હાથમાં છે. ઈસાકમેન પેમેટ કંપનીના ફાઉન્ડર અને સીઈઓ છે. તેમણે 16 વર્ષની વયે આ કંપનીની શરૂઆત કરી હતી.  સ્પેસ એક્સના સંસ્થાપક એલન મકસ્કની અંતરિક્ષ પર્યટનની દુનિયામાં પહેલી એન્ટ્રી છે.આ પહેલા બ્લૂ ઓરિજિન અને વર્જિન સ્પેસ શિપ પણ પ્રાઇવેટ સ્પેસ ટૂરિઝમની શરૂઆત કરીને ઉડાન ભરી ચુક્યાં છે.

ઈસકમેન ઉપરાંત ટ્રિપમાં હેયલી આર્કેના છે. જે કેન્સર સર્વાઈવર છે.તે સેંટ જૂડ ચિલ્ડ્રન રિસર્ચ હોસ્પિટલમાં ફિઝિશિયન આસિસ્ટંટ છે. આ બંને ઉપરાંત અંતરિક્ષમાં જનારા બે વ્યક્તિ ક્રિસ સેમ્બ્રોસ્કી અને શોન પ્રોટ્ર છે. ક્રિસ અમેરિકન એરફોર્સમાં પાયલટ રહી ચુક્યાં છે. જ્યારે પ્રોક્ટર એરિઝોનાની એક કોલેજમાં પ્રોફેસર છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch