Fri,26 April 2024,5:39 pm
Print
header

ગુજરાતમાં ચોમાસાનું આગમન, હવામાન વિભાગે કરી સત્તાવાર જાહેરાત

ગાંધીનગરઃ હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે નૈઋત્યનું ચોમાસું ગુજરાત આવી પહોંચ્યું છે. હવામાન વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું છે. નૈઋત્યનું ચોમાસુ વલસાડ પહોંચ્યું છે. સામાન્ય દિવસ કરતાં 6 દિવસ વહેલું ચોમાસુ ગુજરાત પહોંચ્યું છે.

વલસાડમાં ચોમાસુ પહોંચતા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઈકાલ મોડી રાતથી વાતાવરણ બદલાયું છે. જેને કારણે વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કપરાડામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે વાપી અને આસપાસના વિસ્તારોમાં પણ રાતથી જ વરસાદી ઝાપટા પડી રહ્યાં છે. જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છ દાદરા નગર હવેલીના ખારવેલમાં 129.6 એમએમ અને સેલવાસમાં 57 એમએમ વરસાદ પડયો છે.

વરસાદને લઈ હવામાન વિભાગે ગુજરાતના અન્ય ભાગો માટે આગાહી કરી છે 9 જૂનથી 12 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 11 અને 12 જૂનના રોજ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર પંથકમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

મુંબઈમાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. સામાન્ય રીતે મુંબઈમાં 10 જૂનથી ચોમાસાની શરૂઆત થતી હોય છે પરંતુ આ વર્ષે 1 દિવસ વહેલા ચોમાસુ મુંબઈ પહોંચી ગયું છે. મુંબઈ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch