Sat,27 April 2024,3:26 pm
Print
header

Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post

Gujarat Post Fact Check News: ભાજપે હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પર અભિનેત્રી કંગના રનૌતને ટિકિટ આપી છે. કંગાનાને ટિકિટને લઈ કોંગ્રેસના નેતાએ કરેલી ટિપ્પણી પર વિવાદ વકર્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે. જેમાં લખવામાં આવ્યું છે કે ઈન્ડિયા ગઠબંધને કંગના સામે ગોવિંદાને મેદાનમાં ઉતાર્યો છે.

ઈન્ડિયા એલાયન્સ નામના વેરીફાઇડ એક્સ એકાઉન્ટ પરથી આ ન્યૂઝ પોસ્ટ કરવામાં આવી છે. જેને 60 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યાં છે. ફેક્ટ ચેક દરમિયાન જાણવા મળ્યું કે, ઈન્ડિયા ગઠબંધને મંડી લોકસભા સીટથી બોલીવુડ અભિનેતા ગોવિંદાને ટિકિટ આપી નથી.વાયરલ દાવો નકલી છે.

ગોવિંદા કોંગ્રેસની ટિકિટ પર ઉત્તર મુંબઈ સીટથી 2004 લોકસભા ચૂંટણી લડ્યો હતો અને જીત્યો હતો. 2009માં તેણે કોંગ્રેસને અલવિદા કહી દીધું હતું. ઈન્ડિયા ગઠબંધન દ્વારા હજુ સુધી આ સીટ પર કોઈ ઉમેદવાર જાહેર કર્યો નથી. આ દાવો નકલી છે. હજુ સુધી કોંગ્રેસે આ બેઠક પર તેના ઉમેદવાર જાહેર કર્યાં નથી.

સોસિયલ મીડિયા પર આવા અનેક ફેક ન્યૂઝ પોસ્ટ કરાઇ રહ્યાં છે, અમે કોંગ્રેસના નેતાઓને આ બાબતે પૂછ્યું અને બેઠકોની યાદી જોઇ તો તેમાં આ બેઠક પર કોંગ્રેસ કે ગઠબંધને કોઇ ઉમેદવાર ઉતાર્યાં નથી.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch