Mon,20 May 2024,12:03 pm
Print
header

Fact Check: ખોટા વીડિયો વાઇરલ થઇ રહ્યાં છે, વિરાટ કોહલી બીજી વખત પિતા બનતા રોહિત શર્માએ અભિનંદન આપ્યાંનો વીડિયો ફેક છે

Gujarat Post Fact Check News: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા બીજી વખત માતા-પિતા બન્યાં છે. ગયા અઠવાડિયે દંપતીએ માહિતી આપી હતી કે તેમના પુત્ર અકાયનો જન્મ 15 ફેબ્રુઆરીએ થયો હતો. દરમિયાન દેશ અને દુનિયાની ઘણી મોટી હસ્તીઓએ કપલને તેમના બીજા બાળક માટે અભિનંદન પાઠવ્યાં હતા. હવે ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો શેર કરતી વખતે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રોહિત શર્માએ વીડિયો ચેટમાં વિરાટ કોહલીને બીજી વખત પિતા બનવા પર અભિનંદન પાઠવ્યાં છે.

MON નામના ફેસબુક યુઝરે 24 ફેબ્રુઆરીએ એક પોસ્ટ શેર કરી હતી. વીડિયો શેર કરતી વખતે યુઝરે કેપ્શનમાં લખ્યું, રોહિત શર્માએ વિરાટને પિતા બનવા પર અભિનંદન પાઠવ્યાં. આ વીડિયોને સાચો માનીને, અન્ય ઘણા યુઝર્સે પણ તેને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વ્યાપકપણે શેર કરી રહ્યાં છે. પરંતુ અમારી તપાસમાં આ વીડિયો શેર કરતી વખતે કરવામાં આવેલો દાવો ખોટો સાબિત થયો છે.

Gujarat Post Fact Check News: આ વીડિયોની સત્યતા જાણવા માટે અમે વીડિયોનો સ્ક્રીનશોટ લીધો અને ગુગલ પર સર્ચ કર્યું. જે બાદ અમને ખબર પડી કે આ વીડિયો બે અલગ-અલગ વીડિયોને એકસાથે જોડીને બનાવવામાં આવ્યો છે. રોહિત શર્માનો વીડિયો સ્પોર્ટ્સ તકની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જોવા મળ્યો. જે લગભગ ચાર વર્ષ પહેલા 2 એપ્રિલ 2020 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. અમને ભારતીય ટીમના અનુભવી સ્પિનર આર અશ્વિનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિરાટ કોહલીનો વીડિયો મળ્યો. જે લગભગ ચાર વર્ષ પહેલા 30 મે 2020 ના રોજ પણ પોસ્ટ કરવામાં આવ્યું હતું. તેનાથી સાબિત થયું કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો એડિટ કરેલો છે. તે સાચો નથી.જો કે રોહિતને બધા મિત્રો ફરીથી પિતા બનવા પર મેસેજ-કોલ કરીને અભિનંદન આપી રહ્યાં છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch