Sat,25 May 2024,10:43 am
Print
header

ગુજરાતમાં આ જગ્યાએથી મળ્યાં મહાકાય વાસુકી નાગના અવશેષો- Gujarat Post

અમારી મોબાઇલ એપ ડાઉનલોન કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

કચ્છઃ અહીંના પ્રાન્દ્રોમાંથી અતિ પ્રાચીન અવશેષો મળી આવ્યાં છે. આ અવશેષો વાસુકી સાપના છે. આ વિશ્વનો સૌથી મોટો સાપ હતો. તેનાથી મોટો એનાકોન્ડા પણ ન હતો નથી. એક સમયે તે ડાયનાસોર કરતા પણ મોટો સાપ હતો. કચ્છની એક ખાણમાંથી વાસુકી નાગના અવશેષો મળી આવ્યાં છે.

આ એ જ સાપ છે જેનો ઉલ્લેખ સમુદ્ર મંથનમાં જોવા મળે છે. તેની મદદથી મંદાર પર્વતને મંથન ચક્રની જેમ ફેરવવામાં આવ્યો હતો. જેના કારણે સમુદ્રમાંથી અમૃત અને ઝેર જેવી ઘણી વસ્તુઓ બહાર આવી હતી. વૈજ્ઞાનિકોએ આ ખાણમાંથી વાસુકી નાગના કરોડરજ્જુના 27 ભાગો મળ્યાં છે. તેનું વૈજ્ઞાનિક નામ વાસુકી ઈન્ડીકસ છે.

વૈજ્ઞાનિકોએ કહ્યું કે તેનો આકાર આજના અજગર જેવો વિશાળ હતો. પરંતુ તે ઝેરી ન હતો. સાયન્ટિફિક રિપોર્ટ્સ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ અનુસાર IIT રૂરકીના પેલેઓન્ટોલોજિસ્ટ દેબજીત દત્તાએ કહ્યું કે તેનું કદ સૂચવે છે કે તે વાસુકી નાગ હતો. ધીમી ગતિએ ખતરનાક શિકારી પણ હતો.

લંબાઈ 36 થી 49 ફૂટ, વજન 1000 કિ.ગ્રા

દેબજીતે જણાવ્યું કે એનાકોન્ડા અને અજગરની જેમ તે પોતાના શિકારને દબાવીને મારી નાખતો હતો. પરંતુ જ્યારે વૈશ્વિક સ્તરે તાપમાન વધવા લાગ્યું ત્યારે તેમની વસ્તીમાં ઘટાડો થવા લાગ્યો. એવું માનવામાં આવે છે કે તેની સામાન્ય લંબાઈ 36 થી 49 ફૂટ હતી. તેનું વજન લગભગ 1000 કિલો હતું અને આ સાપના અવશેષો મળ્યાં બાદ વૈજ્ઞાનિકોમાં પણ કૂતુહલ પેદા થયું છે, તેને લઇને વધુ માહિતી મેળવવામાં આવી રહી છે.

ભગવાન શિવનો નાગ, સાપનો રાજા માનવામાં આવે છે

વાસુકી નાગને ભગવાન શિવનો સાપ કહેવામાં આવે છે. તેને સાપના રાજા કહેવામાં આવતા હતા. આ પ્રાગૈતિહાસિક સાપને ટાઇટેનોબોવાના વિરોધી માનવામાં આવે છે. 2009માં કોલંબિયામાં કોલસાની ખાણમાંથી ટાઇટેનોબોવાના અવશેષો મળી આવ્યાં હતા. તે લગભગ 42 ફૂટનો હતો. વજન લગભગ 1100 કિલો હતું. આ સાપ 5.80-6.00 કરોડ વર્ષ પહેલા જોવા મળતા હોવાના દાવા છે.

શું તે ટાઇટેનોબોઆ કરતાં મોટો હતો  કે નહીં તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે

આઈઆઈટી રૂરકીના પ્રોફેસર અને આ સાપને શોધનાર ટીમના સભ્ય સુનીલ બાજપાઈએ જણાવ્યું કે વાસુકીના અકાકીના કદની તુલના ટાઇટેનોબોઆ સાથે કરી શકાય છે. પરંતુ બંનેના કરોડરજ્જુના હાડકામાં તફાવત છે. વાસુકી કદની દ્રષ્ટિએ ટાઇટેનોબોઆ કરતાં મોટો હતો એવું અત્યારે કહેવું યોગ્ય નથી.

ખોપરી મળી નથી, શોધ ચાલુ છે

આ સાપ સેનોઝોઇક યુગમાં રહેતો હતો. એટલે કે લગભગ 6.60 કરોડ વર્ષ પહેલાં. પછી ડાયનાસોર યુગનો અંત આવ્યો. વાસુકી નાગના કરોડરજ્જુના હાડકાનો સૌથી મોટો ભાગ જે આપણને મળ્યો છે તે સાડા ચાર ઈંચ પહોળો છે. આ દર્શાવે છે કે વાસુકી નાગનું શરીર ઓછામાં ઓછું 17 ઇંચ પહોળું હતું. હાલ તેની ખોપરી મળી નથી, શોધખોળ ચાલુ છે.

વાસુકી નાગે શું ખાધું હતુ, તે જાણી શકાયું નથી

વાસુકી નાગે શું ખાધું હતુ, તે હજુ સુધી વૈજ્ઞાનિકો શોધી શક્યાં નથી. પરંતુ તેનું કદ જોતા એવું લાગે છે કે તે સમયના વિશાળ મગરોને ખાતો હશે. ઘણા મગર અને કાચબાના અવશેષો પણ નજીકમાં મળી આવ્યાં છે. બે પ્રાગૈતિહાસિક વ્હેલના અવશેષો પણ મળી આવ્યાં છે.

આ રીતે તે ભારતની ધરતી પર આવ્યો હોય શકે છે

વાસુકી Madtsoiidae પરિવારના સાપનો હતો. આ સાપ 90 મિલિયન વર્ષો પહેલા પૃથ્વી પર હતા, જે 12 હજાર વર્ષ પહેલા લુપ્ત થઈ ગયા હતા. આ સાપ ભારતમાંથી દક્ષિણ યુરેશિયા અને ઉત્તર આફ્રિકા સુધી ફેલાયેલા હતા. 50 મિલિયન વર્ષો પહેલા જ્યારે યુરેશિયા એશિયા સાથે અથડાયું ત્યારે ભારતની રચના થઈ હતી.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch