Sat,27 April 2024,1:49 am
Print
header

કોંગ્રેસના શૈલેષ પરમારે વિધાનસભા અધ્યક્ષની પસંદગી પર ઉઠાવ્યાં સવાલ, વકતવ્ય લંબાતા અધ્યક્ષે ટોક્યાં Gujarat Post

ગાંધીનગરઃ 15મી વિધાનસભાનું આજે એક દિવસીય ટુંકુ સત્ર મળ્યું છે, જેમાં વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી અને ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડની પસંદગી કરવામાં આવી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શંકર ચૌધરીના નામનો પ્રસ્તાવ મૂકયો હતો. મંત્રી ઋષિકેશ પટેલે તેનું સમર્થન કર્યું હતું.

વિધાનસભા અધ્યક્ષની નિમણૂંકને લઈને શૈલેષ પરમારે ગૃહમાં મોટું નિવેદન આપ્યું હતુ. તેમણે કહ્યું, સત્તા પક્ષે વિધાનસભાની પરંપરા તોડી છે. દર વખતે અધ્યક્ષ નક્કી કરતી વખતે સત્તા પક્ષ વિપક્ષને પૂછે છે. આ વખતે આટલી બહુમતી મળી એટલે વિપક્ષને પૂછ્યું જ નથી, અમારું સંખ્યાબળ ઘટયું છે, અમારો જુસ્સો નથી ઘટયો, ભૂતકાળમાં પ્રજાના મુદ્દાઓ જે રીતે ઉઠાવતા હતા તે જ રીતે ઉઠાવીશું.

ગૃહમાં શૈલેષ પરમારનું વ્યક્તવ્ય લંબાતા અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમને ટોક્યાં હતા. જેમાં તેમણે કહ્યું, શૈલેષભાઈ આપ મને રૂબરૂ મળીને વાત કરી શકો છો. આપને ગૃહમાં આગળ પણ પૂરતો સમય મળશે. સામે શૈલેષ પરમારે જણાવ્યું કે, કોઈ નિયમ એવો નથી કે સંખ્યાબળ મુજબ સમય ફાળવવો જોઈએ. અમે 17 સભ્યો છીએ અને યોગ્ય સમય ફાળવશો તો પ્રજાના પ્રશ્નો વ્યવસ્થિત ઉઠાવી શકીશું.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch