Wed,08 May 2024,6:40 am
Print
header

પ્રાંતિજમાં જૂથ અથડામણ, એક વ્યક્તિનું મોત, પોલીસ કાફલો તૈનાત- Gujarat Post

- પ્રાંતિજમાં જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મોત

- પૈસાની લેવડ દેવડ બાબતે ઇકો ગાડીમાં તોડફોડ

-  30 લોકોનાં ટોળા સામે ગુનો નોંધાયો

-  લોખંડની પાઇપથી માર મરાયો 

- અનેકને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં

સાબરકાંઠાઃ  પ્રાંતિજના ખોડીયાર કુવા મોટા માઢ વિસ્તારમાં બુધવારની રાત્રીના સમયે પૈસાની લેવડ દેવડ બાબતે બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. જેમાં ટોળાએ ઇકો ગાડીમાં તોડફોડ કરીને એક શખ્સને માથામાં પાઈપ મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને સારવાર માટે લઇ જવાયા હતા પરંતુ તેમનું મોત નિપજ્યું હતું. બનાવને લઈને પોલીસે  30 લોકોનાં ટોળા સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. જેમાં 17 લોકોનાં નામો છે અન્યની ઓળખ થઇ રહી છે.

પ્રાંતિજના ખોડીયારકુવા મોટામાઢ વિસ્તારમાં બુધવારે રાતના 10 વાગ્યાની આસપાસ 30 લોકોનાં ટોળાએ લાકડીઓ, લોખંડના પાઈપ અને પથ્થરો લઈને મયુરભાઈ પાસે પૈસાની લેવડ દેવડ બાબતે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને ઇકો ગાડીની તોડફોડ કરતા આજુબાજુના લોકોએ ઝઘડો ન કરવા કહ્યું હતુ,  ત્યારે ટોળાએ ગાળો-બોલીને રાજુ કાન્તીભાઈ ભોઈને લોખંડની પાઈપ માથાના ભાગે મારીને ગડદાપાટુનો માર માર્યો હતો. જેને લઈને રાજુભાઇને સારવાર અર્થે પ્રાંતિજ સરકારી દવાખાને ખસેડવામા આવ્યાં હતા. જ્યાં સારવાર મળે તે પહેલા રાજુભાઇ કાન્તીભાઈ ભોઇનું મોત નિપજ્યું હતું.

મૃતકના પુત્ર બીપીનભાઇ રાજુભાઇ ભોઇને પણ ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.ઘટના અંગે પ્રાંતિજ પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. પ્રાંતિજ-તલોદ પ્રાંત અધિકારી, પ્રાંતિજ મામલતદાર સહિતનો કચેરી સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં મૃતકના પુત્ર બીપીન રાજુભાઈ ભોઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે 17 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધી હતી. 30 ના ટોળા સામે આઇપીસી કલમ - 302 , 323, 143, 147, 148, 149, 504, 506(2), 34, 427 જી.પી.એક્ટ 135 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એયાજમીયાં ઉર્ફે ભગત અયુબમીયાં કુરેશી, મુનાફ મિયા ભીખુ મિયા કુરેશી  અયુબ મિયા કુરેશી, રશીદ મિયા, ઇમરાન મિયા અયુબ મિયા કુરેશી , મકબુલ મિયા ભીખુ મિયા કુરેશી, જાની કમરુદીન, રઇશ મિયા મહેબુબ ખાન, ચાની કીટલીવાળો મલેક, સમીર જીમ વાળો, મત્રાન હારૂનભાઈ , નિસારનો નાનો ભાઈ, રફીક હનીફભાઈ ભટ્ટી ,નિસાર મિયા સિરાજ મિયા, બાબુ અકબરભાઈ, યુનુસ મિયા રાણા, ફિરોજ મિયા યાસીન મિયા સહિત 30 લોકો સામે ગુનો દાખલ કરાયો છે.

પરિવારે મૃતકની લાશ લેવાની ના પાડતા પોલીસ અને તંત્ર દ્રારા સમજાવત કરવામાં આવતા આખરે પીએમ બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો. આ ઘટનાને લઈને પ્રાંતિજ બજારના વેપારીઓ દ્રારા બજાર બંધ રાખવામા આવ્યું હતું. એસપી સહિત પ્રાંતિજ પોલીસ અહીં પહોંચી હતી અને હાલમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch