Thu,25 April 2024,9:43 pm
Print
header

ગાંધીનગરના તત્કાલીન કલેકટર એસ.કે.લાંગાની વધશે મુશ્કેલી, જમીન કૌભાંડમાં SIT કરશે તપાસ- Gujarat Post

ગાંધીનગરઃ તત્કાલીન કલેકટર એસ કે લાંગાની મુશ્કેલી વધશે. લાંગા સામે તપાસ કરવા  SITની રચના કરવામાં આવી છે. ગાંધીનગરના SP તરુણ દુગ્ગલના વડપણ હેઠળની SIT જમીન કૌભાંડ મામલે તપાસ કરશે. ગાંધીનગરના DYSP અમી પટેલની ઇન્વેસ્ટીગેશન ઓફિસર તરીકે નિમણુંક કરાઈ છે. SITમા LCB અને SOGના અધિકારીનો સમાવેશ કરાયો છે.

ગાંધીનગર કલેક્ટર તરીકે નિવૃત્ત થયેલા એસ. કે. લાંગા સામે જિલ્લા કલેક્ટર કચેરીના અધિકારી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. IAS જેવા મહત્વના પદ પર રહીને સરકારી પાવરનો ગેરઉપયોગ કરવાનો પણ આરોપ છે. ફરિયાદ મુજબ, ગાંધીનગર જિલ્લાના તત્કાલિન કલેક્ટર તરીકે, એસ કે લાંગાએ સહયોગીઓ અને સંબંધીઓના આર્થિક લાભ માટે તેમના પદનો દુરુપયોગ કર્યો હતો.

FIRમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, ભૂતપૂર્વ IAS એ 6 એપ્રિલ, 2018 અને સપ્ટેમ્બર 30, 2019 વચ્ચે તેમના સત્તાવાર પદનો દુરુપયોગ કર્યો હતો. તેમના પર ભ્રષ્ટાચાર કરીને સાથીદારોને મોટા નાણાંકીય લાભ અપાયાના આરોપ છે. પાંજળાપોરની કરોડો રૂપિયાની જમીનોમાં તેમને ગોટાળા કર્યા છે. તેમને આ કૌભાંડમાં પૂર્વ સીએમ વિજય રૂપાણીને પણ ઢસેડ્યાં છે. આ મામલે કોંગ્રેસે પણ આક્રમકતા બતાવીને તપાસની માંગ કરી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch