Sat,27 July 2024,3:06 pm
Print
header

ગુજરાતમાં ધારાસભ્યનું ઘર પણ અસુરક્ષિત.. ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડાના પત્નીને બંધક બનાવી લૂંટ થતાં ચકચાર- Gujarat Post

પી.સી.બરંડાના પત્નીને લૂંટારુઓએ બનાવ્યાં હતા બંધક

મોઢામાં કપડું નાખીને પગ બાંધી દીધા હતા

જો બૂમો પાડી તો મારી નાખવાની આપી હતી ધમકી

સોનું, ચાંદી અને રોકડની લૂંટ ચલાવાઇ

ભિલોડાઃ રાજ્યમાં લૂંટારુઓ બેફામ બની રહ્યાં છે, તમને લગભગ બે ત્રણ દિવસમાં એક લૂંટના સમાચાર સાંભળવા મળી રહ્યાં છે, હવે લૂંટારુંઓએ પૂર્વ આઇપીએસ અધિકારી અને ભાજપના ધારાસભ્ય પી.સી.બરંડાના ઘરમાં જ લૂંચ ચલાવી છે.અરવલ્લીમાં ગત રાત્રે તસ્કરોએ ધારાસભ્યના ઘરના નિશાન બનાવ્યું હતું. પૂર્વ આઈપીએસ અને હાલ ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડાના ઘરે ગત રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને તેમના પત્નીને બંધક બનાવીને લૂંટ ચલાવી હતી.

આ લૂંટમાં સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમ લઇને લૂંટારુંઓ ફરાર થઇ ગયા હતા. ધારાસભ્યના ઘરમાં લૂંટ થવાના કારણે અરવલ્લી એસપી સહિતની અનેક ટીમો તપાસમાં લાગી ગઇ છે. આ તપાસમાં ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ પણ લેવાઇ રહી છે.

ભિલોડાના વાકાટીંબા ગામના આ લૂંટ થઇ હતી.આ લૂંટમાં બરંડાના પત્નીને બંઘક બનાવીને ઘરમાં લૂંટ ચલાવાઇ હતી. જેના કારણે સ્થાનિકોમાં પણ આક્રોશ છે, ચર્ચાઓ થઇ રહી છે કે એક ધારાસભ્યનું ઘર પણ સુરક્ષિત નથી. હાલમાં પોલીસનો ઉચ્ચ કાફલો ઘટનાની તપાસ કરી રહ્યો છે. ડોગ સ્કવોડ અને એફએસએલ તપાસમાં લાગ્યા છે. ઘટનામાં કોઈ જાણ ભેદુ હોવાની પ્રાથમિક આશંકાના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. પૂર્વ આઈપીએસ અધિકારી અને વર્તમાન ધારાસભ્યના ઘરને ટોળકીએ નિશાન બનાવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch