Fri,26 April 2024,5:51 am
Print
header

BSNLને પછાડીને રિલાયન્સ જિયો સૌથી મોટી ફિક્સ્ડ લાઇન બ્રોડબેન્ડ પ્રોવાઇડર બની- Gujarat Post

નવી દિલ્હીઃ ફિક્સ્ડ-લાઇન બ્રોડબેન્ડ સેવાઓની કોમર્શિયલ શરૂઆતના લગભગ બે વર્ષમાં જ રિલાયન્સ જિયોએ આ સેગમેન્ટના ટોચની પ્રોવાઇડર 20 વર્ષ જૂની સરકારી ટેલિકોમ કંપની BSNLને પછાડી દીધી છે. ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઇ દ્વારા મંગળવારે જારી કરાયેલા માસિક ટેલિકોમ સબસ્ક્રાઇબર્સ અહેવાલ અનુસાર જિયો હવે 4.34 મિલિયન ગ્રાહકો સાથે ફિક્સ્ડ-લાઇન બ્રોડબેન્ડ સેગમેન્ટમાં સૌથી આગળ છે.

20 વર્ષ પહેલાં તેની શરૂઆતથી જ સરકારી ટેલિકોમ કંપનીનું આ સેગમેન્ટમાં વર્ચસ્વ હતું. રિલાયન્સ જિયોના ફિક્સ્ડ લાઇન બ્રોડબેન્ડ ગ્રાહકની સંખ્યા નવેમ્બરમાં વધીને 4.34 મિલિયન થઈ હતી જે ઓક્ટોબરમાં 4.16 મિલિયન હતી.

BSNLના ગ્રાહકોની સંખ્યા નવેમ્બરમાં ઘટીને 4.2 મિલિયન થઈ છે જે ઓક્ટોબરમાં 4.72 મિલિયન હતી. ભારતી એરટેલના ફિક્સ્ડ લાઇન બ્રોડબેન્ડ ગ્રાહકોની સંખ્યા નવેમ્બરમાં 4.08 મિલિયન હતી. જિયોએ સપ્ટેમ્બર 2019માં ફિક્સ્ડ લાઇન બ્રોડબેન્ડ સેવા JioFibreની કોમર્શિયલ સ્તરે સેવાઓનો પ્રારંભ કર્યો હતો. જિયોએ શરૂઆત કરી હતી ત્યારે BSNL પાસે સપ્ટેમ્બર 2019માં 8.69 મિલિયન વાયર્ડ બ્રોડબેન્ડ ગ્રાહકો હતા જે નવેમ્બર 2021માં ઘટીને અડધાથી પણ ઓછા થઈ ગયા હતા.

ભારતી એરટેલના વાયર્ડ બ્રોડબેન્ડ સબસ્ક્રાઇબરની સંખ્યા સપ્ટેમ્બર 2019માં 2.41 મિલિયનથી નવેમ્બર 2021માં લગભગ 70 ટકા વધીને 4.08 મિલિયન થઈ છે અને આટલી જ વૃદ્ધિની ગતિએ તે ટૂંક સમયમાં BSNLને પાછળ છોડી દેશે તેવી અપેક્ષા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ)ના સબસ્ક્રાઈબર્સના અહેવાલ મુજબ, દેશમાં બ્રોડબેન્ડ સબસ્ક્રાઇબર્સની સંખ્યા નવેમ્બરમાં વધીને 801.6 મિલિયન થઈ હતી જે ઓક્ટોબરમાં 798.95 મિલિયન હતી."ટોચના પાંચ સર્વિસ પ્રોવાઇડરોએ નવેમ્બરના અંતમાં કુલ બ્રોડબેન્ડ સબસ્ક્રાબર્સની સંખ્યામાં 98.68 ટકા બજાર હિસ્સો બનાવ્યો હતો," તેમ  ટ્રાઇએ જણાવ્યું હતું.

નવેમ્બરમાં રિલાયન્સ જિયોના કુલ બ્રોડબેન્ડ ગ્રાહકોની સંખ્યા 432.96 મિલિયન હતી. તે પછી ભારતી એરટેલ 210.10 મિલિયન બ્રોડબેન્ડ ગ્રાહકો સાથે, VIL 122.40 મિલિયન, BSNL 23.62 મિલિયન અને એટ્રિયા કન્વર્જન્સ બ્રોડબેન્ડ 1.98 મિલિયન ગ્રાહકો સાથે અનુક્રમે આવે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch