Sat,27 April 2024,12:39 am
Print
header

રાજકોટ શહેરને મળ્યાં નવા પોલીસ કમિશનર, 1995 બેંચના IPS અધિકારી રાજુ ભાર્ગવની નિયુક્તિ- Gujarat Post

રાજુ ભાર્ગવ 1995 બેન્ચના IPS અધિકારી 

રાજુ ભાર્ગવ ADGP ગાંધીનગર આર્મ્સ યુનિટમાં ફરજ પર હતા

રાજકોટ: શહેરના નવા પોલીસ કમિશનર તરીકે રાજુ ભાર્ગવની નિયુક્તિ કરવામાં આવી છે. રાજુ ભાર્ગવ 1995 બેન્ચના IPS અધિકારી છે. IPS રાજુ ભાર્ગવ ADGP ગાંધીનગર આર્મ્સ યુનિટમાં ફરજ પર હતા. હવે તેમને મહત્વના ગણાતા રાજકોટમાં મુકાયા છે. રાજુ ભાર્ગવ ગુજરાત કેડરના 1995 બેન્ચના એડિશનલ ડીજી રેન્કના IPS અધિકારી છે. ભાર્ગવ પંચમહાલ, મહેસાણા, સાબરકાંઠા,બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં ફરજ પર રહી ચુક્યા છે. પોલીસ ભવનમાં તેઓ ડીઆઇજી લો એન્ડ ઓર્ડર તરીકે પણ કાર્ય કરી ચુક્યાં છે.

રાજકોટમાં બે મહિના કરતાં વધુ સમયથી ઈન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે ખુરશીદ અહમદ કાર્યરત છે હતા. મનોજ અગ્રવાલના તોડકાંડ બાદ રાજકોટ પોલીસ વિવાદમાં આવી હતી. હવે રાજ્યની ભાજપ સરકારે ભાર્ગવની અહીં નિમણુંક કરી છે.

રાજકોટ પોલીસ પોલીસ કમિશનર તરીકે નિરજા ગોતરું, રાજકુમાર પાંડિયન, રાજુ ભાર્ગવ, અનિલ પ્રથમ અને સુભાષ ત્રિવેદીનું નામ ચર્ચામાં હતું. એવામાં આજે રાજકોટ પોલીસ કમિશનર તરીકે રાજુ ભાર્ગવના નામની જાહેરાત કરવામાં આવી છે.  રાજકોટમાં તોડકાંડની ફરિયાદ અને કમિશનર રહેલા મનોજ અગ્રવાલની બદલી બાદ રાજકોટમાં છેલ્લા બે મહિના કરતાં વધુ સમયથી ઈન્ચાર્જ પોલીસ કમિશનર હતા.

બીજી તરફ ગુજરાત પોલીસવડા આશિષ ભાટિયા મે મહિનાના અંતમાં સેવાનિવૃત્ત થઈ રહ્યાં છે તેમના સ્થાને અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ  પોલીસવડા બને તેવી શક્યતાઓ છે.જો કે ભાજપ સરકાર આશિષ ભાટિયાને એક્સટેન્શન આપવાના મૂડમાં છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch