Fri,26 April 2024,8:58 am
Print
header

અગ્નિપથ યોજના સામે હિંસક પ્રદર્શનો, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે બોલાવી બેઠક- Gujarat Post

(file photo)

સેનાની ત્રણેય પાંખોના વડા સાથે રક્ષામંત્રી રાજનાથ સિંહ કરશે બેઠક

સતત ચોથા દિવસે બિહારમાં હિંસક દેખાવો

10 થી વધુ રાજ્યોમાં અગ્નિપથ યોજનાનો થઈ રહ્યો છે વિરોધ

નવી દિલ્હીઃ અગ્નિપથ યોજનાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઇ રહ્યાં છે.  આ બધાની વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહ સેનાના ત્રણેય પાંખોના વડા સાથે બેઠક બોલાવી છે. જેમાં અગ્નિપથ યોજના મામલે આગળ શું નિર્ણય કરવો તેના પર ચર્ચા કરાશે. 

સેનામાં ભરતી માટે સરકારે નવી અગ્નિપથ યોજનાની જાહેરાત કરી છે.આ યોજનામાં યુવાનોને 4 વર્ષ માટે દેશ સેવા કરવાનો મોકો મળશે, જેમાં સારો પગાર અને 4 વર્ષની સેવા માટે 10 લાખ રૂપિયાથી વધુની રકમ મળશે. પરંતુ આ યોજનાનો જોરદાર  વિરોધ કરવામાં આવી રહ્યો છે.ખાસ કરીને ઉત્તર ભારત અગ્નિપથના વિરોધમાં સળગી રહ્યું છે, ચોથા દિવસે બિહારમાં સ્થિતિ ખૂબ ખરાબ થઈ છે. જહાનાબાદમાં ટ્રક અને બસમાં આગ લગાવી દેવામાં આવી છે,  અનેક જગ્યાઓએ પથ્થરમારો થઈ રહ્યો છે. બિહાર સહિત 10થી વધુ રાજ્યોમાં આ સ્થિતિ છે.

અગ્નિપથ મિલિટરી રિક્રૂટમેન્ટ યોજનાના વિરોધને કારણે આર્મી, નેવી અને એરફોર્સે આ ફોર્મેટ હેઠળની પસંદગી પ્રક્રિયાને એક સપ્તાહ સુધી સ્થગિત કરી છે.અગાઉ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સશસ્ત્ર દળોમાં જોડાવા ઈચ્છતા યુવાનોને તેમની તૈયારી શરૂ કરવા માટે અપીલ કરી હતી. પરંતુ હવે સ્થિતીની સમીક્ષા બાદ કોઇ મોટો નિર્ણય લેવામાં આવશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch