Sat,27 July 2024,9:04 pm
Print
header

રાજકોટ આગકાંડઃ ટીપીઓ સાગઠીયાનું વધુ એક કારસ્તાન આવ્યું સામે, નિયમોની ઐસી તૈસી કરીને બનાવી દીધો 5 માળનો બંગલો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં એક જ ચર્ચા... સાગઠીયાની સાથે કોની ભાગીદારી...

છેલ્લા 11 વર્ષથી ટીપીઓ સાગઠીયાનું મહાનગરપાલિકામાં રાજ

ભ્રષ્ટાચારના રુપિયે કરોડો રૂપિયાનો બંગલો બનાવી દીધો

એક વર્ષ પહેલા પૂર્વ કોર્પોરેટર અને ભાજપના અગ્રણીએ પ્રદેશ પ્રમુખને પત્ર લખ્યો હતો

રાજકોટઃ નાનામવા રોડ પર ટીઆરપી ગેમઝોનના 3000 ચો.મી.માં ગેરકાયદેસર બાંધકામમાં આગ લાગી અને 28 નિર્દોષ લોકોનાં દર્દનાક મોત થઇ ગયા, જેમાં અનેક બાળકોના પણ મોત થઇ ગયા છે. આ કેસમાં રાજકોટ મહાપાલિકાના પૂર્વ  ટી.પી.ઓ મનોજ સાગઠીયા, એ.ટી.પી. મુકેશ મકવાણા અને ગૌતમ જોષી તથા ફાયર ઓફિસર રોહિત વીગોરાની ધરપકડ કરાઇ છે અને આરોપીઓના કોર્ટે 12 દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યાં હતા.હવે ટીપીઓ સાગઠીયાનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે.

હાઉસિંગ ક્વાર્ટ્સમાં સાગઠીયાએ ભ્રષ્ટાચારના પૈસાથી 5 માળનો બંગલો બનાવ્યો છે. નિયમોની ઐસીતૈસી કરીને 150 વારનો બંગલો ચણી નાખ્યાનો ખુલાસો થયો છે. શિવશક્તિ કોલોની રુરલ હાઉસિંગ ક્વાર્ટઝમાં તેણે ભ્રષ્ટાચારનો ટાવર બનાવી દીધો છે. પાડોશીઓના મકાનમાં તોડફોડ કરી બંગલો બનાવાયો હોવાનો ખુલાસો થયો છે. બંગલાના નિર્માણમાં પાડોશીના પતરાં તોડ્યા, આજુબાજુના મકાનોમાં તિરાડો પડી ગઇ હતી. ભ્રષ્ટાચારના પૈસા અને સત્તાના પાવરથી સાગઠીયાએ કૌભાંડ આચર્યું હતું.

પાંચ માળનું બિલ્ડિંગ બનાવ્યું પણ 3-3 મીટરનું માર્જિન છોડવાનો નિયમ અવગણ્યો.સાગઠીયાના ભ્રષ્ટાચારનો ટાવર પાડોશીના મકાનો માટે ખતરો બન્યો છે. 10 વર્ષથી ટીપીઓના અધિકારી રહ્યાં. પરંતુ પોતાના જ બંગલામાં ટાઉન પ્લાનિંગની એસીતેસી. કરી નાખી હતી. ટીપીઓ મનસુખ સાગઠીયાના ભાજપના અગ્રણીઓ સાથે સાંઠગાંઠ સામે આવી છે. પૂર્વ ધારાસભ્ય,પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન, પૂર્વ પ્રમુખો, પૂર્વ હોદ્દેદારો સાંઠગાંઠ હોવાની માહિતી સામે આવી છે. આ મામલે હજુ પણ અનેક ખુલાસા થઇ રહ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch