Tue,08 October 2024,9:24 am
Print
header

આ શું થઇ રહ્યું છે રવિન્દ્ર જાડેજાના પરિવારમાં ? પિતાના આરોપોથી હાહાકાર તો રિવાબાના ડ્રાઇવરે મારી ડંફાસ

રાજકોટઃ ગાંધીનગરઃ હવે ફરી એક વખત ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેમના પરિવારનો વિવાદ સપાટી પર આવ્યો છે,  ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પિતાએ આપેલા ઇન્ટરવ્યૂં પર રવિન્દ્રએ પ્રતિક્રિયા આપીને કહ્યું છે કે આ મારા પત્ની રિવાબાને બદનામ કરવાનું ષડયંત્ર છે, આ ઇન્ટરવ્યૂંને તેમને વખોડી નાખ્યો હતો.

રવિન્દ્ર જાડેજાના પિતાનો આરોપ, મારા પુત્રના પૈસા સાથે રિવાબાને મતલબ છે !

રવિન્દ્રના પિતા અનિરુદ્ધ સિંહે એક ઈન્ટરવ્યૂંમાં કહ્યું હતુ કે અમારા પરિવારમાં તિરાડ ઊભી થવા પાછળ રીવાબા જવાબદાર છે. અને લગ્ન બાદ રવિન્દ્ર જાડેજામાં ઘણો બદલાવ આવ્યો છે, અમે એકબીજાના સંપર્કમાં નથી. એક જ શહેરમાં રહેવા છતાં અમે મળ્યાં પણ નથી, તો પિતાના આરોપો પર રવિન્દ્ર જાડેજાએ દુખ વ્યક્ત કર્યું છે.

બીજી તરફ ગાંધીનગરમાં જામનગરના ધારાસભ્ય રિબાવાના ડ્રાઇવરે ડંફાસ મારી હતી. વિધાનસભા ગૃહ પૂરું થયા બાદ ધારાસભ્યોના જવાના રસ્તા પર ગાડી પાર્ક કરવાના મુદ્દે સિક્યુરિટી સ્ટાફ સાથે રિવાબાના ડ્રાઇવરે ડંફાસ મારી હતી અને કહ્યું હતુ કે હું રિવાબાનો ડ્રાઇવર છું. મામલો ઉગ્ર બનતા અન્ય લોકો વચ્ચે પડતા મામલો શાંત થઇ ગયો હતો.

નોંધનિય છે કે થોડા સમય પહેલા રિવાબાના નણંદ અને કોંગ્રેસ નેતા નયનાબાએ પણ રિવાબાને લઇને અનેક નિવેદનો આપ્યાં હતા અને હવે ફરીથી આ પારિવારીક ઝઘડો પાછો સપાટી પર આવ્યો છે, એક તરફ રવિન્દ્ર અને રિવાબા છે તો સામે તેમનો પરિવાર છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch