Fri,26 April 2024,8:35 pm
Print
header

રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના, વૈભવી કાર ચાલકે યુવકને કચડી નાખ્યો- Gujarat Post

150 ફૂટ રિંગ રોડ પર બની ઘટના

સ્થાનિકોના કહેવા મુજબ કારમાં યુવતી પણ હતી

રાજકોટઃ શહેરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. 150 ફૂટ રિંગ રોડ પર વૈભવી કાર મર્સિડીઝના ચાલકે એક યુવકને અડફેટે લીધો હતો. જેમાં તેનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જીને આ કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને મૃતદેહને પીએમ માટે ખસેડી કાર ચાલક વિશે માહિતી મેળવવાની તજવીજ હાથ ધરી છે.

અકસ્માતમાં યુવકનું મોત થઇ ગયું

પોલીસે સીસીટીવીને આધારે શરૂ કરી તપાસ

રામાપીર ચોકડી બ્રિજ પર પૂરપાટ વેગે આવતી કારે યુવકને કચડી નાંખતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જે બાદ કાર ચાલક કાર મૂકીને ત્યાંથી નાસી છૂટ્યો હતો. બનાવ સ્થળે લોકોના ટોળેટાળા એકઠા થઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ પોલીસને કરતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.  સ્થાનિકોના કહેવા મુજબ કારમાં યુવતી પણ હતી. અકસ્માત સર્જી બંને ફરાર થઈ ગયા હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch