Sat,27 April 2024,9:30 am
Print
header

વિજય રૂપાણીની બેઠક પર આ નેતાને ટિકિટ આપવા શરૂ થયું લોબિંગ, વોટ્સએપ ગ્રુપમાં કરાઈ અપીલ– Gujarat Post

રાજકોટઃ વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ તડામાર તૈયારી શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટી દ્વારા 19 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરાયું છે.રાજકોટની હાઈપ્રોફાઈલ ગણાતી પશ્ચિમ બેઠક પર ચૂંટણી લડવા ભાજપના જ જૂથોનું લોબિંગ શરૂ થયું છે. રાજકોટ ભાજપમાં ટિકિટને લઈને સોશિયલ મીડિયામાં લોબિંગ શરૂ કરાયું છે.

પૂર્વ સીએમ વિજય રૂપાણીએ હાલમાં જ કહ્યું હતુ કે પાર્ટી કહેશે તો ફરીથી ચૂંંટણી લડીશ,હવે   રૂપાણીની બેઠક-69 માટે નીતિન ભારદ્વાજનું નામ કાર્યકરો સૂચવી રહ્યાં છે, આ માટે વોટ્સએપ ફરતા થયા છે. કાર્યકરોએ સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપમાં નીતિન ભારદ્વાજને ટિકિટ આપવા માટે લોબિંગ કર્યું છે.

રૂપાણીના ખાસ વિશ્વાસુ ભારદ્વાજને હાલમાં જ  સુરેન્દ્રનગરના પ્રભારી પદેથી પડતા મુકાયા હતા. આ પહેલા પાટીદાર અગ્રણીઓએ જણાવ્યું હતું કે જો વિજય રૂપાણી ચૂંટણી ન લડે તો આ બેઠકમાં પાટીદારને ટિકિટ આપવામાં આવે. રાષ્ટ્રીય સંગઠન મંત્રીના આગમન સમયે જ લોબિંગથી અનેક પ્રકારની ચર્ચા શરૂ થઈ છે. ભાજપમાં જેનું નામ ઉછળે છે તેનું નામ કપાય છે તેવી પરંપરા છે.

બે દિવસ પહેલા અંબાજીમાં પૂજા અર્ચના બાદ વિજય રૂપાણીએ ચૂંટણી લડવા અંગે કહ્યું હતુ કે  અમારે ત્યાં વ્યક્તિ નિર્ણય નથી કરતો, પાર્ટી નિર્ણય કરે છે. પાર્ટી જે નિર્ણય કરશે તે મુજબ હું કામ કરીશ. પાર્ટી ચૂંટણી લડાવશે તો હું લડીશ, નહીં લડાવે તો કાર્યકર્તા તરીકે જે કામ સોંપશે તે કરીશ. ભારતીય જનતા પાર્ટીની સરકાર ફરી બને તે માટે પ્રયત્ન કરીશું. બીજી કરફ રૂપાણીને કોર કમિટિમાં સ્થાન અપાયું છે, જેથી તેમને ટિકિટ ન મળે તેવું પણ બની શકે છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch