Fri,26 April 2024,3:25 pm
Print
header

રાજકોટ: યુવા ભાજપ પ્રમુખ અને મહામંત્રીએ આપ્યાં રાજીનામા, જાણો શું છે કારણ ?

રાજકોટઃ 35 વર્ષથી વધુ વયના કાર્યકર્તાઓને યુવા સંગઠનમાં નહીં સમાવવાનો નિર્ણય ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન દ્વારા કરવામાં આવ્યો છે. જે નિર્ણયને કારણે થોડા સમય પૂર્વે જ રાજકોટ શહેર યુવા ભાજપ પ્રમુખ તરીકેનો તાજ પહેરનાર પૃથ્વીસિંહ વાળા તેમજ મહામંત્રી હિરેન રાવલે રાજીનામા આપવાની ફરજ પડી છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા આ નિર્ણય લેવાયો છે રાજકોટ શહેર યુવા ભાજપ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળી રહેલા પૃથ્વીસિંહ વાળાની ઉંમર હાલ 37 વર્ષની છે હિરેન રાવલ પણ 35 વર્ષથી વધુ વયના છે. ત્યારે સંગઠનમાં કાર્યભાર સંભાળી રહેલા શહેર યુવા ભાજપ પ્રમુખ તેમજ યુવા ભાજપના મહામંત્રી પદ પર રહેલા બન્ને આગેવાનોને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું છે. બંને હોદ્દેદારોએ પોતાના પદ પરથી સ્વૈચ્છિક રીતે રાજીનામું શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીને સોંપ્યું છે.

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ દ્વારા રાજકોટ મહાનગર યુવા મોરચાના હોદ્દેદારોની વરણી 29 મેના રોજ કરી હતી. જે વરણીમાં યુવા મોરચાના પ્રમુખ તરીકે પૃથ્વીસિંહ વાળા, મહામંત્રી તરીકે હિરેન રાવલ અને કિશન ટીલવા નામની જાહેરાત કરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ આ જ પ્રકારનો નિર્ણય ગુજરાત ભાજપ પ્રમુખ દ્વારા લેવામાં આવ્યો હતો. ત્રણ ટર્મ થી વધુ વખત ચૂંટાઈ આવેલા અનેક કોર્પોરેટરોએ ઘરે બેસવાનો વારો આવ્યો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch