રાજકોટઃ પૂર્વ ટી.પી.ઓ. એમ.ડી.સાગઠીયા સહિત ટી.પી.ના અધિકારીઓ લાંબા સમયથી બિલ્ડીંગ પ્લાન મંજુર-નામંજૂર કરવો, ગેરકાયદેસર બાંધકામની નોટિસ આપવી અને તેનો અમલ કરવો કે ન કરવો સહિતનો વહીવટ રૂપિયાથી જ કરતા હતા. કોર્પોરેશનમાં મોટી સત્તા ધરાવતા ટી.પી.ઓ.ની ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના ગુનામાં ધરપકડ કરીને પોલીસે પૂછપરછ કરી છે ત્યારે એકબાદ એક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે.
મનસુખ સાગઠીયા અને તેના ભાઈઓની કરોડોની મિલકત એક બાદ એક બહાર આવી છે. મનસુખ સાગઠીયા સગા સબંધીઓ અને ભાઈઓના નામે મિલકત ખરીદી કરતો અને પાવર ઓફ એટર્ની પોતાના નામે કરાવી લેતો. ઉપરાંત સાગઠીયાએ રાજકોટ ના 150 ફૂટ રીંગ રોડ પર આવેલ ટવિન સ્ટારમાં પોતાના ભાઇના નામે ઓફિસ ખરીદી હતી.જો કે મનપાએ નોટિસ મારી છે તેમ છતાં ઓફિસ ખોલી નાખવામાં આવી હતી. 54 લાખ રૂપિયાની ઓફિસનો દસ્તાવેજ છે આ ઓફિસની કિંમત ઘણી ઉંચી છે.
સાગઠીયાની ઓફિસનો રૂ. 67,000 જેટલો વેરો પણ બાકી છે. મનસુખ સાગઠીયાની લાખો રૂપિયાની ઓફિસ રાજકોટના હાઈ પ્રોફાઈલ બિલ્ડીંગમાં છે. અહીં સ્ક્વેર ફૂટના ભાવ 11,000 રૂપિયા છે. 800 સ્ક્વેર ફૂટ અને એટલે કે 90 લાખ રૂપિયાની ઓફિસની કિંમત છે. આ ઉપરાંત સાગઠિયાનું ફાર્મ હાઉસ અને અંદાજે 8 કરોડ રૂપિયાનો બંગલો હોવાનું પણ સામે આવ્યું છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
શરમજનક ઘટના...રાજકોટ હોસ્પિટલમાં પ્રસુતાના વાયરલ વીડિયો કેસની તપાસનો ધમધમાટ, આરોપીઓ સામે થશે કડક કાર્યવાહી- Gujarat Post | 2025-02-19 12:16:50
સુરતના માંડવી-ઝંખવાવ રોડ પર અકસ્માતમાં 4 લોકોનાં મોત - Gujarat Post | 2025-02-19 12:12:27
અમેરિકાએ ડિપોર્ટ કરેલા લોકોનો વીડિયો કર્યો શેર, વિવાદના એંધાણ- Gujarat Post | 2025-02-19 12:09:31
આજથી ગુજરાતના બજેટ સત્રની શરૂઆત, પોલીસ છાવણીમાં ફેરવાયું પાટનગર- Gujarat Post | 2025-02-19 12:05:41
PNB સાથે 271 કરોડ રૂપિયાની નવી છેતરપિંડીનો ખુલાસો, બેંકે RBI સાથે વિગતો શેર કરી | 2025-02-19 08:54:43
રૂપિયા દોઢ કરોડના કોકેઈન સાથે નાઈજીરિયન મહિલા ઝડપાઈ, અગાઉ પણ 10 થી 12 વખત લાવી હતી ડ્રગ્સ | 2025-02-19 08:43:07
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગમાં 18 લોકોનાં મોત, સૌથી વધુ 9 બિહારના, 8 દિલ્હીના લોકોનાં મોત | 2025-02-16 08:47:12
રૂ.1.12 કરોડની કિંમતનું બાળકોનું રમવાનું ચલણ અને નકલી સોનાના બિસ્કિટ...છેતરપિંડી કરનાર ગેંગની આ હતી મોડસ ઓપરેન્ડી | 2025-02-15 14:14:50
મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓનો મિર્ઝાપુર-પ્રયાગરાજ હાઈવે પર ભયાનક અકસ્માત, 10 લોકોનાં મોત, 19 ઘાયલ | 2025-02-15 08:55:44
Big News:રશિયાએ યુક્રેનમાં પરમાણું રિએક્ટર પર હુમલો કર્યો હોવાનો ઝેલેન્સ્કીનો દાવો | 2025-02-14 19:22:37
રાજકોટના આર્યનગરમાં છેડતીની આશંકાએ ખેલાયો ખૂની ખેલ, છરીના ઘા મારીને બે સગા ભાઇઓની કરાઇ હત્યા | 2025-02-12 12:54:42
ગુજરાતમાં 16 જગ્યાઓએ આઇટીના દરોડા, મીઠા ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓમાં ફફડાટ | 2025-02-07 13:55:26
ગુજરાતીઓ માટે મહાકુંભમાં જવું બન્યું સરળ, વધુ 5 Volvo બસો દોડાવાશે | 2025-02-02 13:57:55
મહાકુંભમાં વધુ એક ગુજરાતીનું મોત, રાજકોટના શ્રદ્ધાળુએ ગુમાવ્યો જીવ | 2025-02-01 17:49:24