Sun,05 May 2024,5:41 pm
Print
header

રાજકોટઃ લીવ ઈન રિલેશનશિપમાં રહેતી હતી બે યુવતીઓ, પરિવારજનોને પસંદ ન આવતાં કર્યુ એવું કે...Gujarat Post

રાજકોટઃ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લીવ-ઇન-રિલેશનશિપમાં રહેતી બે યુવતીઓમાંથી એકના ભાઈને આ સંબંધ મંજૂર ન હોવાથી તેણે બંને સાથે મારામારી કર્યાંની બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

24 વર્ષીય યુવતીએ બીએ સુધી અભ્યાસ કર્યો છે, હાલમાં તે એક ફ્રેન્ચાઇઝીમાં નોકરી કરે છે. તેણે ફરિયાદમાં જણાવ્યું કે તે બે વર્ષ પહેલા બહેનપણીના સંપર્કમાં આવી હતી. જે બાદ બંને એકબીજાને ગમવા લાગ્યા હતા અને સાથે રહેવા માંગતા હતા. પરંતુ પરિવારજનોને મંજૂર ન હોવાથી ઘરેથી ભાગી ગયા હતા. બાદમાં પરિવારજનોએ તેમને શોધી કાઢ્યા હતા. જે બાદ તેની બહેનપણીના ભાઇએ તેને એવી ધમકી આપી હતી કે હવે પછી ક્યારેય મારી બહેનને મળતી નહીં, નહીંતર તને જાથી મારી નાખીશ. બાદમાં બંને ઘરે જતા રહ્યાં હતાં. આખર બંનેએ 17-7-2023 ના રોજ મૈત્રી કરાર કરી લીધા હતાં.આ પછી પણ બંને સાથે રહેતી ન હતી. પરંતુ બહાર ક્યારેક-ક્યારેક મળી લેતી હતી.

ત્રણ દિવસ પહેતા તેઓ બંને મળ્યાં ત્યારે તેનો ભાઈ ટ્રક લઇને નીકળો હતો જે બંનેને જોઇ જતાં ટ્રક ઉભો રાખી કહ્યું કે તમે બંને ક્યા રખડો છો, તમને ભેગા થવાની ના પાડી છતાં હજુ કેમ રખડો છો, આપણે હવે ઘરે જવાનું છે તેમ કહી બંનેને પોતાના ટ્રકમાં બેસાડી દીધા હતા. જે બાદ મુંઢ માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. રાજકોટ બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch