રાજકોટઃ ગેમઝોન અગ્નિકાંડ બાદ ફાયર સેફટીથી માંડીને પોલીસ પરમિશનને લઈને ચર્ચા ઉઠી છે. એટલુ જ નહીં, ભ્રષ્ટ બાબુઓ સામે જનતામાં પણ જોરદાર આક્રોશ છે. અહીં રાજકીય પીઠબળ વગર ગેમઝોન મંજૂરીનો ખેલ શક્ય જ નથી. દરમિયાન ભાજપના રાજ્યસભા સાંસદ રામ મોકરીયાએ ફાયર વિભાગને એનઓસી માટે રૂપિયા આપ્યાં હોવાની ચર્ચાઓ થઇ રહી છે. તેમણે પ્લાન પાસ કરાવવા 70 હજાર રૂપિયા ચીફ ઓફિસરને આપ્યાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખા ઠેભાની હાલમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. મોકરિયાએ તેમને સર્વે નંબર 105માં મૂકેલો પ્લાન પાસ કરાવવા રૂપિયા 70 હજાર આપ્યાં હતા.
આ અંગે એક ખાનગી ચેનલના રિપોર્ટર તેમને સવાલ કરતાં તેઓ ભડક્યાં હતા અને દાદાગીરી કરીને કહ્યું કે મારી ઈચ્છા નથી, મારે જવાબ નથી આપવો. હું કહું તો જ મને પ્રશ્ન પૂછવાનો કહી હું તમારી પર કેસ કરીશ તેમ કહ્યું હતું. રૂપિયા 70 હજાર આપ્યાં હતા ત્યારે રામ મોકરિયા સાંસદ ન હતા. કામ કરવામાં માટે પૈસા આપવા પડતા હોવાની રામ મોકરિયાએ વાત કરી હતી. જો કે અંતમાં કામ ન થતા ચીફ ફાયર ઓફિસર પૈસા પરત આપી ગયા હતા.
મોકરિયાએ ખાનગી ટીવી ચેનલના પત્રકારને ઘરની બહાર કાઢીને તુ તારી કરી નાખ્યો હતો અને ન બોલવાના શબ્દો કહીને કહ્યું હતુ કે હું કહું તે જ સવાલ પૂછવાનો. તેમને પત્રકારને ધમકી આપતા કહ્યું કે તું મારા ઘરમાં કેમ આવ્યો છે, પત્રકારે માત્ર એટલું જ પુછ્યું હતુ કે તમે ફાયર ઓફિસરને 70 હજાર રૂપિયાની લાંચ આપી હતી કે નહીં
ગઇકાલે પ્રેસ કોન્ફરન્સ મુકીને ભાગી ગયા હતા
ભાજપના નેતાઓ મીડિયાના સવાલોના મારાથી પ્રેસ કોન્ફરન્સ અધૂરી મુકીને ભાગી રહ્યાં હતા.ત્યારે ભાજપના સાંસદ રામ મોકરીયા બિભત્સ શબ્દો બોલતા હોય તેવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. મોકરીયાએ સાંસદ પદની ગરીમાને લજવી છે. મીડિયાના સવાલો પર રામ મોકરીયા અકળાયા હતા અને જાહેરમાં અશોભનીય વર્તન કર્યુ હતું.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
સીરિયામાં હાહાકાર, રાષ્ટ્રપતિ અશદે ભાગવું પડ્યું, બળવાખોરોએ અનેક જગ્યાઓ પર કરી લીધો કબ્જો | 2024-12-08 11:44:47
અમદાવાદ અને મુંબઈ સહિત 7 સ્થળોએ ઇડીના દરોડા, રૂપિયા 13.50 કરોડની રકમ જપ્ત | 2024-12-08 10:38:19
ગાંધીનગર પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતા 2 લોકોનાં મોત, પતરાં ચીરી લાશો બહાર કાઢી | 2024-12-08 09:57:39
અમદાવાદઃ તાંત્રિક વિદ્યાના નામે છેતરપિંડી અને હત્યાનું કાવતરું, પોલીસે કર્યો પ્લાનનો પર્દાફાશ | 2024-12-07 09:43:57
રાજ્યસભામાં અભિષેક મનુ સિંઘવીની બેઠક પરથી ચલણી નોટોનાં બંડલ મળ્યાં, કોંગ્રેસે કહ્યું અદાણી મામલે ધ્યાન ભટકાવવા સરકારે કર્યું ષડયંત્ર | 2024-12-06 14:25:45
ગુજરાતમાં 13 નકલી ડોક્ટર ઝડપાયા, રૂ. 75 હજારમાં નકલી ડિગ્રી આપવાની આ રમત 2002થી ચાલી રહી હતી | 2024-12-06 12:14:34
ગીર સોમનાથમાં ગેરકાયદેસર દારૂનો નાશ કરવાનો હતો તે જથ્થામાંથી ASIએ જ દારૂની બોટલો ચોરી લીધી | 2024-12-06 09:48:06
ગુજરાતમાં હવે નકલી ઇડીના અધિકારીઓ, કચ્છમાં લાખો રૂપિયાના સોનાના દાગીનાની લૂંટ ચલાવી | 2024-12-06 09:34:59
દેવેન્દ્ર ફડણવીસ બનશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, ધારાસભ્ય દળની બેઠકમાં નામ પર વાગી મ્હોર | 2024-12-04 13:50:51
પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ સુખવીર સિંહ બાદલ પર ઘાતક હુમલો, ગોલ્ડન ટેમ્પલના ગેટ પાસે ગોળીબાર | 2024-12-04 10:34:24
Breaking News: દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ પર પદયાત્રા દરમિયાન હુમલાનો પ્રયાસ | 2024-11-30 20:00:52
રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં હારને લઈને પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને ખખડાવ્યાં હોવાની ચર્ચાઓ | 2024-11-30 12:08:20
ACB ટ્રેપઃ મોરબીના વજેપર-માધાપરના તલાટી કમ મંત્રી રૂ.4,000 ની લાંચ લેતા ઝડપાયા | 2024-11-28 17:53:07
DGGI એ પકડી પાડ્યું રૂ.500 કરોડનું GST કૌભાંડ, ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના ભાઇ હરદેવસિંહને ત્યાં કાર્યવાહી | 2024-11-27 21:50:05
રાજકોટ: ક્રિકેટરના સંબંધી વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધાયો, મંગેતરે લગાવ્યો આરોપ | 2024-11-27 08:54:59
ખોડલધામ- સરદારધામ વિવાદ, રાજકોટના પાટીદાર અગ્રણી જયંતિ સરધારા પર જૂનાગઢના પીઆઈ સંદિપ પાદરીયાએ હુમલો કર્યો - Gujarat Post | 2024-11-26 11:32:40
ચોટીલાના આપા ગીગાના ઓટલા પાસે ટ્રક-પિક અપ વાન વચ્ચે અકસ્માત, દેરાણી-જેઠાણી સહિત 4 લોકોનાં મોત | 2024-11-26 11:24:33